અમીરગઢ હાઇવેપર વહેલી સવારે બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા એક ટ્રક ચાલકનું ઘટના સ્થળે નીપજ્યું મોત જ્યારે એક ઘાયલ થયો હતો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-03-07 11:23:45
  • Views : 165
  • Modified Date : 2022-03-07 11:23:45

અમીરગઢ હાઇવેપર વહેલી સવારે બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા એક ટ્રક ચાલકનું ઘટના સ્થળે નીપજ્યું મોત જ્યારે એક ઘાયલ થયો હતો.

 

 

બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતનો સિલસિલો અટકવાનું નામ જ લેતો નથી જિલ્લામાં એક બાદ એક અનેક નાના-મોટા અકસ્માતો સામે આવી રહ્યા છે જેમાં અનેક માસુમ લોકોની જિંદગી હોમાઈ રહી છે ક્યારેક ઓવરટેક કરવાના પ્રયાસમાં તો ક્યારેક મોટા હેવી વાહનોના ગફલત ભર્યા ડ્રાઇવિંગ ના કારણે તો ક્યારેક ઓવર સ્પીડ ના કારણે આવા અકસ્માતો સર્જાતા હોય છે જેના કારણે અનેક લોકો મોતને ભેટતા હોય છે..ત્યારે આજરોજ અમીરગઢ હાઇવેપર વહેલી સવારે બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા એક ટ્રક ચાલકનું ઘટના સ્થળે નીપજ્યું મોતજ્યારે અન્ય એક ઘાયલ થયો હતો..બે ટ્રક રાજસ્થાનથી ગુજરાતતરફ આસી રહયી હતી ત્યારે અમીરગઢ આર.ટી.ઓ ચેક પોસ્ટ પાસે એક ટ્રકની પાછળ બીજી ટ્રક ધડાકા ભેરઅથડાતાંઅકસ્માત સર્જાયો હતો..જેમાં એક ટ્રક ચાલકનું ઘટનાસ્થળે કરૂણ મોત નીપજયું હતું જ્યારે અન્ય એકને ગંભીર ઇજા પહોંચતા સારવાર અર્થે અમીરગઢની હોસ્પીટલમાં ખસેડાયો હતો જ્યારે મીરગઢ પોલીસ અને એલ એન્ડ ટી ટિમ ઘટના સ્થળે હાજરરહયી લાશનો કબ્જો મેળવી અકસ્માતે મોતનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી..

Download Our B K News Today App



Related News