ડીસા તાલુકાના ખેટવા પાસે યુવકને બચાવવા જતા ટ્રક ચાલકને અકસ્માત નડ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-18 11:55:04
  • Views : 279
  • Modified Date : 2022-07-18 11:55:04


 ડીસા તાલુકાના ખેટવા પાસે યુવકને બચાવવા જતા ટ્રક ચાલકને અકસ્માત નડ્યો


ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં માર્ગ અકસ્માતના બનાવવામાં સતત ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને નેશનલ હાઇવે પર વારંવાર અકસ્માતો સર્જાઈ રહ્યા છે વારંવાર સર્જાતા અકસ્માતોમાં અત્યાર સુધી અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે તો અનેક લોકો મોતને ભેટ્યા છે ત્યારે આજરોજ ડીસા તાલુકાના ખેટવા ગામ પાસે વધુ એક અકસ્માત સર્જાયો હતો જેમાં ખેટવા ગામ પાસે યુવક રોડ ક્રોસ કરી રહ્યો હતો તે સમયે સામેથી આવી રહેલી ટ્રકે અચાનક યુવકને બચાવવા માટે બ્રેક મારી હતી જેથી ટ્રક સ્લીપ ખાઈ ડિવાઈડર પર ચડી ગઈ હતી આ અકસ્માતના સમયે આજુબાજુ કોઈ વાહન કે કોઈ અન્ય લોકો પસાર થતા ન હતા જેના કારણે મોટી જાનહાની ટળી હતી અકસ્માતના પગલે ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ટીપડ્યા હતા. જે બાદ ટ્રક ચાલકે પોતાની ટ્રક નીચે ઉતારવા માટે જીસીબી મશીન ની મદદથી ટ્રકને ભારે અહેમદ બાદ ડિવાઈડર પરથી નીચે ઉતારવામાં આવી હતી


Download Our B K News Today App



Related News