અમીરગઢના ચેખલા પાટીયા પાસે રાજસ્થાન તરફથી આવી રહેલા ટ્રક ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક પલટી મારી ગઈ હતી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-15 11:08:59
  • Views : 175
  • Modified Date : 2022-06-15 11:08:59


અમીરગઢના ચેખલા પાટીયા પાસે રાજસ્થાન તરફથી આવી રહેલા ટ્રક ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક પલટી મારી ગઈ હતી જેમાં ટ્રક ચાલકને સામાન્ય ઈજાઓ પહોંચી હતી


 


હાઈવે રોડ પરથી ટ્રક 20 ફૂટ જેટલું નીચે પટકાયું હતું ટ્રક ચાલકને સામાન્ય ઈજાઓ પહોંચી


 


અમીરગઢ તાલુકાના ચેખલા ના પાટીયા પાસે નેશનલ હાઇવે 27 નંબર પરથી રાજસ્થાન તરફથી એક ટ્રક ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે જેમાં ટ્રક હાઈવે રોડ ઉપર થી 20 ફૂટ જેવું નીચે પલટી મારતા ડ્રાઈવરને ઈજાઓ પહોંચી હતી સ્થાનિક લોકો દોડી પહોંચી ડ્રાઈવરને ટ્રકમાંથી બહાર નીકળી સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડયો હતો


 


બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતનો સીલસીલો યથાવત જોવા મળી રહ્યો છે જેમાં અકસ્માતના કારણે એક બાદ એક લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે આજે અમીરગઢ તાલુકાના ચેખલા ના પાટીયા પાસે રાજસ્થાન તરફથી એક ટ્રક પુર જપાટે આવી રહ્યું હતું તે સમય દરમ્યાન ચેખલા ના પાટીયા નજીક ટ્રકચાલક ના સ્ટેજ પરથી કાબુ ગુમાવતા ટ્રક બેકાબૂ બની હાઇવેના રોડ પરથી 20 ફૂટ જેવું નીચે પલટી મારી ગઇ હતી જોકે અકસ્માતમાં ટ્રક ચાલકને સામાન્ય ઈજાઓ પહોંચી હતી સ્થાનિક લોકો અકસ્માત સર્જાતા જ દોડી પહોંચ્યા હતા ઇજાગ્રસ્ત ડ્રાઈવરને ટ્રકમાંથી બહાર નીકળી સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો બનાવના પગલે અમીરગઢ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ટ્રકને ટ્રેન દ્વારા ઉભી કરવાના પ્રયત્નો હાથ ધર્યા હતા


Download Our B K News Today App



Related News