ટ્રક - બાઈક અથડાતા જ ભડકો થયો, પડધરીના યુવાનનું કમકમાટીભર્યું મોત : બંને વાહન ખાખ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-02-10 16:57:49
  • Views : 46
  • Modified Date : 2025-02-10 16:57:49

પડધરી નજીક ક્રિસ્ટલ સ્કૂલ પાસે ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રક - બાઈક અથડાતા જ ભડકો થયો હતો. બનાવમાં રાજકોટના યુવાનનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું જ્યારે બંને વાહન આગમાં ખાખ થયાં હતા. પડધરી નજીક એસ.આર પંપ પાસે ઝૂંપડામાં રહેતા અને તગારા બનાવવાનું કામ કરનાર રસુલ ઉર્ફે રસિક ધુળાભાઈ સિંધવ (ઉ.વ 40) નામનો યુવાન કામ સબબ રાજકોટ ગયો હતો. પરત આવતો હતો ત્યારે અકસ્માત સર્જાયો હતો.

આ અંગે ટ્રક ચાલક સામે ગુનો દાખલ થયો છે. મૃતકના પત્ની સોનલબેન રસુલભાઈ સિંધવ (ઉ.વ 35, રહે. પડધરી એસ.આર.પંપની સામે ઝુપડામાં તા.પડધરી, મુળ રહે. રાણીપાટ તા.મુળી જી.સુરેન્દ્રનગર)એ ફરિયાદમાં જણાવ્યું કે, હું તથા મારા પતિ તગારા વેચી મારું તથા મારા પરીવારનું ગુજરાન ચલાવીએ છીએ. મારે સંતાનમાં બે દીકરા તથા બે દીકરી છે.

અમે છેલ્લા દસેક દીવસથી કાલાવડ ખાતે તગારા વેચવા ગયેલ હતા અને અમારો દિકરો સોહીલ અહીં પડધરી ખાતે ગોવીંદભાઇ ભરવાડ સાથે રહે છે. ગઈકાલે વહેલી સવારે મારા પતિ તેઓનુ જી.જે.11 સી.સી 6874 વાળુ બાઈક લઈને મારા દિકરા સોહિલને મળવા પડધરી ખાતે ગયેલ હતા. સાંજના આશરે પાંચેક વાગ્યે હું તથા મારી બહેન વાલીબેન બટુકભાઇ અમો બન્ને અમારા કાલાવડ ગામ ખાતે રહેલ ઝુપડે બેઠા હોય.

ત્યારે મારી બહેન વાલીબેનના ફોનમાં મારા મોટા બાપુના દીકરા રામાભાઈ મોહનભાઈ પરમાર (રહે. રાજકોટ)નો ફોન આવેલ અને વાત કરી કે રસીકભાઇનું પડધરી પાસે ટ્રક સાથે અકસ્માત થયેલ છે. અને તેમને પડધરી સિવિલ હોસ્પિટલ ખાતે લઇ ગયેલ છે. અમે ત્યાં પહોંચતા મને જાણવા મળેલ કે, મારા પતિ રસીકભાઈ ધુડાભાઈ સિંધવ પડધરી ગામથી કાલાવડ જવા નીકળેલ હતા ત્યારે પડધરી બાયપાસ જામનગર રાજકોટ હાઇવે રોડ ક્રિસ્ટલ સ્કુલથી આગળ આર.વી કારખાનાની સામે આશરે સાંજના ચારેક વાગ્યે પહોંચતા.

ત્યા એક ટ્રક જામન ગરથી રાજકોટ તરફ હાઇવે પર જતી વખતે આર.વી. કારખાનાની સામેના વળાંક પાસે કોઇપણ પ્રકારના સિગ્નલ આપ્યા વગર વળી જતા મારાં પતિનું બાઈક ટ્રક સાથે અથડાયેલ જેથી તેઓને માથામાં ગંભીર ઇજા થતા મરણ ગયેલ છે. તથા ટ્રક અને બાઇકમાં અકસ્માત થતા કોઈ પણ કારણોસર આગ લાગતા બન્ને વાહનો સળગી ગયેલ હતા. પડધરી પોલીસે ટ્રક ચાલક સામે ગુનો દાખલ કર્યો છે. આધાર સ્તંભ સમાન યુવાનના મોતથી પરિવારમાં કલ્પાંત છવાયો હતો.

Download Our B K News Today App



Related News