ડીસામાં સેવાભાવી લોકો દ્રારા ડીસાના વાડીરોડ વિસ્તારમાં આવેલ શાંતિધામ સ્મશાન ભૂમિ ખાતે કાષ્ટ વાહક લોખંડની ટ્રોલી અર્પણ કરાઈ હતી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-10-06 13:12:41
  • Views : 451
  • Modified Date : 2021-10-06 13:12:41

     ડીસામાં સેવાભાવી લોકો દ્રારા ડીસાના વાડીરોડ વિસ્તારમાં આવેલ શાંતિધામ સ્મશાન ભૂમિ ખાતે કાષ્ટ વાહક લોખંડની ટ્રોલી અર્પણ કરાઈ હતી.શાળા કે હોસ્પટિલની જેમ સ્મશાન ભૂમિ પણ અધતન હોવી જોઈએ એવો અહેસાસ અનેકજનોને કોરોનાના સમયમાં થયો. અનુભવના આધારે અન્ય સંસ્થાઓની જેમ વિવિધ સેવાકીય પ્રવૃતિઓથી થનગનતી સેવાભાવી લોકો દ્વારા શાંતિધામ સ્મશાન ભૂમિને કોરોના સમયે લાકડાં પૂરાં પાડી જરૂરી સહકાર આપ્યો હતો. તાજેતરમાં સેવાભાવી લોકો દ્વારા શાંતિધામને 15 મણ લાકડું વહન કરી શકે તેવી કાષ્ટ વાહક લારી (ટ્રોલી) અર્પણ કરી નવી પ્રેરણા પૂરી પાડી છે. ડીસાના વાડીરોડ વિસ્તારમાં આવેલ સ્માસન ભૂમિમાં મૃત્યુ પામેલા લોકોને અગ્નિદાહ આપવામાં આવે છે.પરંતુ સ્માસન ભૂમિમાં લાકડા લઈ જવા માટે કોઈ યોગ્ય વ્યવસ્થા હોવાના કારણે અહીંયા આવતા લોકોને અગ્નિદાહ માટે લાકડું લેવા જવા માટે ભારે હાલાકી ભોગવવી પડતી હતી.ત્યારે ડીસાના સેવાભાવી લોકો દ્વારા સ્માસન ભૂમિ પર ટ્રોલી અર્પણ કરવામાં આવી હતી. અર્પણવિધિ વખતે  ડો.પી.પી.ઠકકર, ગોપાલભાઈ જોષીઅપૂર્વ ઝાલમોરા, દેવચંદભાઈ ચોકસી, નટુભાઈ પટેલ, વિક્રમભાઈ ઠકકર, રોહિતભાઈ ચોકસી, મનોજભાઈ ત્રિવેદી, નાથાલાલ ખત્રી, મહેશભાઈ ઉડેચા, દિનેશભાઈ ચોકસી તેમજ શાંતિધામના પ્રમુખ ભગવાનભાઈ બંધુ, ટ્રસ્ટીઓ મયંકભાઈ પટેલ, ઈશ્ર્વરભાઈ વારડે સહિત સૌએ ખાસ ઉપસ્થિત રહીને રાજીપો વ્યકત કર્યો હતો.

 

Download Our B K News Today App



Related News