ડીસાના થેરવાડા-વિઠોદર રોડ પર આજે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો જેમાં એકનું મોત નીપજયું હતું જ્યારે બે લોકો ગંભીર રીતે ઘાયલ થતાં સારવાર માટે ડીસા સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-07-05 12:13:16
  • Views : 372
  • Modified Date : 2021-07-05 12:13:16

     ડીસા વિઠોદર રોડ પર ત્રિપલ અકસ્માત સર્જાયો હતો જેમાં બાઇક સવારનું ઘટના સ્થળે મોત થયું હતું તેમજ અન્ય બે લોકોને ગંભીર ઈજા થતાં સારવાર માટે સિવિલ ખાતે ખસેડાયા હતા બનાવના પગલે આજુબાજુના લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા..ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં માર્ગ અકસ્માતના બનાવોમાં નોંધપાત્ર વધારો થયો છે ત્યારે આજે ડીસાના વિરોણા ખાતે રહેતા પ્રજાપતિ અરજણભાઈ  હદાભાઈ બાઈક નંબર GJ-08-BD-6865 લઈ થેરવાડા જઇ રહ્યા હતા..તે દરમિયાન થેરવાડા વિઠોદર રોડ પર બે કાર અને બાઈક વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો જેમાં બાઇક સવારનું ઘટના સ્થળે મોત થયું હતું..બનાવના પગલે ઘટનાસ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા તેમજ ડીસા તાલુકા પોલીસને જાણ કરતા પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી જેમાં બે લોકો ગંભીર રીતે ઘાયલ થતા  તેમને સારવાર માટે 108 મારફતે ડીસા સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા હતા પોલીસે મૃતકની લાશને ડીસા સિવિલ પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News