અમીરગઢ પાસે નેશનલ હાઇવે પર ટ્રિપલ અકસ્માત સર્જાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-09-22 11:50:45
  • Views : 346
  • Modified Date : 2021-09-22 11:50:45

     બનાસકાંઠામાં અમીરગઢ પાસે નેશનલ હાઇવે પર આજે વહેલી સવારે ત્રિપલ અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. અકસ્માતમાં 11 થી વધુ મુસાફરો ને ગંભીર ઈજા પહોંચી હતી, બનાવને પગલે સ્થાનિક એલ એન્ડ ટી,  108 એમ્બ્યુલન્સ વાન અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી ઇજાગ્રસ્તોને સારવાર માટે અમીરગઢ અને પાલનપુર સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા

 

પાલનપુર- આબુરોડ નેશનલ હાઇવે પર આજે વહેલી સવારે ટ્રિપલ અકસ્માત સર્જાતા 11 થી વધુ મુસાફરોને ગંભીર ઈજા પહોંચી હતી. અમીરગઢ પાસે નેશનલ હાઇવે પર એક ટ્રેલર માં ટેક્નિકલ ખામી સર્જાતા રોડની સાઈડમાં પાર્ક થયેલુ ઉભું હતું ,  તે દરમિયાન પાછળ આવી રહેલ દૂધ ના ટેન્કર ના ચાલકે સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવતા રોડની સાઈડમાં ઉભેલ ટ્રેલર ની પાછળ ઘૂસી ગયો હતો અને તેની પાછળ આવી રહેલા અન્ય એક ખાનગી બસના ચાલકે પણ કંટ્રોલ ના થતા ટેન્કર ની પાછળ ઘુસી ગયો હતો . આમ રોડની સાઈડમાં ઉભેલ ટ્રેલર ની પાછળ દૂધ નું ટેન્કર અને તેની પાછળ બસ ઘુસી જતા ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં દૂધ ના ટેન્કર ચાલક અને ખાનગી બસમાં બેઠેલા મુસાફરો સહિત 11 જેટલા લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી.  ઘટનાને પગલે એલ એન્ડ ટી ની ટીમ, 108 એમ્બ્યુલન્સ વાન અને અમીરગઢ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને તમામ ઇજાગ્રસ્ત મુસાફરોને સારવાર માટે અમીરગઢ અને ત્યાંથી વધુ સારવાર માટે પાલનપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડયા હતા, જ્યારે અકસ્માત ને પગલે ટ્રાફિક જામ થતા પોલીસે અકસ્માતગ્રસ્ત ગાડીઓ ને સાઇડ માં ખસેડી ટ્રાફિક પૂર્વવ્રત કરાયો હતો

Download Our B K News Today App



Related News