ડીસા જીનગર સમાજના રામદેવ મિત્ર મંડળ ગ્રુપ દ્વારા અમીર શહીદ બીરબલસિંહ ઢાલીયાની સહાદતને યાદ કરીને શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-07-02 11:56:29
  • Views : 256
  • Modified Date : 2021-07-02 11:56:29

    ` ડીસા જીનગર સમાજના રામદેવ મિત્ર મંડળ ગ્રુપ દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિ કરાવવામાં આવે છે ત્યારે જીનગર સમાજના પ્રથમ શહિદ એવા અમીર શહીદ બીરબલસિંહ ઢાલીયાના સાહસને યાદ કરીને પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો...અમર શહિદ બીરબલસિંહ ઢાલિયાજીનો જન્મ રાજસ્થાનના રાયસિંહનગરમાં થયો હતો..દેશના સ્વતંત્રતા આંદોલન અને રાજનૈતિક ચેતનાને દરેક લોકો સુધી પહોંચાડવામાં શ્રીગંગાનગર જિલ્લાનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે.. 30 જૂન ૧૯૪૬ના રોજ બિકાનેરના રાજનૈતિક સ્વતંત્રતા આંદોલનથી જોડાયેલ કાર્યકર્તાઓ દ્વારા પ્રથમ સંમેલન નગરમાં આયોજન કર્યું હતું અને તે દિવસે અંગ્રેજી શાસન દ્વારા બર્બરતાપૂર્વક ગોળીઓ વરસાવવામાં આવી હતી.. જેમાં વિરોધ કરતા કાર્યકર્તાઓની પ્રથમ હરોળમાં બીરબલસિંહને ગોળી વાગતા તેઓ શહીદ થયા હતા અને તે દિવસે રાયસિંહ નગરમાં હજારો દેશના જવાનો શહીદ બીરબલ જિંદાબાદના નાદથી નગરને ગુંજાવ્યું ત્યારે આ શહીદ બીરબલ સિંહની શહાદતને યાદ કરીને ડીસા જીનગર સમાજના શ્રી રામદેવ મિત્ર મંડળ ગ્રુપ દ્વારા શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં સમાજના આગેવાનો,યુવાનો તેમજ નાના ભૂલકાઓ હજાર રહીને શહિદ બીરબલસિંહ જિંદાબાદના નારા સાથે આ શ્રદ્ધાંજલી કાર્યક્રમને પૂર્ણ કર્યો હતો.

Download Our B K News Today App



Related News