થરામાં "રાવણા રાજપૂત સમાજ" ના સ્મશાન ગૃહમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-07-24 12:20:37
  • Views : 296
  • Modified Date : 2021-07-24 12:20:37

     કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરામાં કાંકરેજ ધારાસભ્ય કીર્તિસિંહ પી.વાઘેલા,થરા નગર પાલિકા પ્રમુખ ભારતીબેન અખાણી,થરા સ્ટેટ માજી રાજવી પૃથ્વીરાજસિંહ વાઘેલાના પ્રયત્નોથી અને રાવણા રાજપુત સમાજના આગેવાનોના સાથ સહકારથી તાજેતરમાં કોલેજ રોડ ઉપર નવનિર્માણ પામેલ "રાવણા રાજપૂત સમાજ" ના સ્મશાન ગૃહમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું."છોડમાં રણછોડ છે"તેવી ભાવના થી વધારે પ્રમાણમાં વૃક્ષો રોપી,ઉછેરીને રાષ્ટ્ર અને સમાજને ઉપયોગી થવા વર્તમાન Covid-૧૯ની મહામારીમાં ઓક્સિજનના અભાવે જ્યારે મુશ્કેલીઓ ઊભી થઈ છે ત્યારે કુદરતી ઓક્સિજન પુરૂ પાડતા વૃક્ષોને ઉછેરીને જતન કરવાની નેમ સાથે યુવાનોએ અનેક પ્રકારના વૃક્ષોનું વાવેતર કર્યું હતું.

     જ્યારે બીજી બાજુ કાંકરેજ તાલુકાના માંડલા ગામે સ્મશાન ભૂમિ સુધારણા અંતર્ગત વી.એસ.એસ.એમ તેમજ સદ્દભાવના યુવક મંડળ દ્વારા શુક્રવારના સવારે વૃક્ષારોપણ કાર્યક્રમ રાખવામાં આવેલ જેમાં કાંકરેજના ધારાસભ્ય કિર્તીસિંહ વાઘેલા,વી.એસ.એમ.ના મિતલબેન પટેલ,હરગોવનભાઈ શિરવાડીયા,કાંકરેજ તાલુકા ભાજપ પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ,આઈ. ટી.ડિપાર્ટમેન્ટ બ.કાં.જિલ્લા સહકન્વીનર ઉમેશભાઈ વી. પ્રજાપતિ, નિરંજનભાઈ ઠક્કર,કિશોરભાઈ બી. પ્રજાપતિ,ભરતસિંહ વાઘેલા,  હાજરીમાં સોમાભાઈ પંડિતના મુખારવિંદે શાસ્ત્રોક્ત વિધિવિધાન થી મંત્રોચ્ચાર સાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ધારાસભ્યએ ગામની પૂર્ણ સહયોગની ખાતરી આપી હતી. જ્યારે મિત્તલબેને ત્રણ વર્ષ સુધી વૃક્ષોનું જતન કરવાની  જવાબદારી લીધી હતી.આ પ્રસંગે યુવક મંડળ સતત છ મહિનાની મહેનત કરી સુંદર મજાનું ખુબ સરસ આયોજન કર્યું હતું.

 

Download Our B K News Today App



Related News