આજે સણીયાલીપરા પ્રા.શાળામાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-07-30 11:08:54
  • Views : 308
  • Modified Date : 2021-07-30 11:08:54

    આજે સમગ્ર પંથકમાં ઘણી બધી સ્વેછિક સંસ્થાઓ સરકાર શ્રી દ્વારા,બનાસડેરી,શાળાઓ અને સામાન્ય પ્રજા દ્વારા વૃક્ષારોપણ ઝુંબેસ ચલાવવામાં આવી રહ્યું છે.આજે દરેક વ્યક્તિ એવું ઈચ્છી રહ્યું છે કે તે આ ધરતીમાતાના ખોળામાં ઓછામાં ઓછું એક વૃક્ષ ઉછેરે. થોડા સમય પહેલા કોરોના મહામારીમા ઓક્સિજનની ઘટ સર્જાતા ઘણા બધા લોકોએ ઓક્સિજન વગર પોતાના પરિવારના કોઈક ને કોઈક સભ્યનો જીવ ગુમાવ્યો હતો.આવનારા સમયમાં ઓક્સિજનની ઘટ ના સર્જાય અને આપણી ધરતી ઉપર વસતા માનવ જીવનને ઓક્સિજન મળી રહે એના માટે આજે લાખણી તાલુકાની પ્રગતિના દરેક સોપાન સર કરતી અને ગુણવત્તા સભર જ્ઞાન આપતી શ્રી સણીયાલીપરા પ્રા.શાળામાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું.જેમાં શાળાના મુખ્ય શિક્ષક દસરથભાઈ ચેનવા, બાગાયતી અને ઓર્ગેનિક ખેતીમાં જેમને ઘણી બધી નામના મેળવી છે એવા ભગવાનભાઈ દેસાઈ,શાળામાં બાળકો જેને માતા સમાન ગણે છે એવા સુનિલભાઈ પટેલ,શાળામાં વધારે મા વધારે વૃક્ષારોપણ થાય એના માટે સતત જુંબેસ ચલાવતા  મૌલિક ચૌહાણ અને રાણાજી ઠાકોર, અણદાભાઈ જાટ અને smc પરિવાર દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું.

Download Our B K News Today App



Related News