દાવતે ઈસ્લામી ઈન્ડિયાએ ભારત દેશને હરિયાળું બનાવવાની મુહિમ ઉપાડી છે ત્યારે આજરોજ પાલનપુરમાં દાવતે ઈસ્લામી ઈન્ડિયા દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-07-09 12:03:04
  • Views : 278
  • Modified Date : 2021-07-09 12:03:04

     વિશ્વભરમાં ઝડપથી બદલાતા પર્યાવરણની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી બિનરાજકિય ધાર્મિક સંસ્થા દાવતે ઈસ્લામી ઈન્ડિયાના ફૈઝાન ગ્લોબલ રિલીફ ફાઉન્ડેશન (એફજીઆરએફ) દ્વારા તારીખ ૧ જુલાઈથી ૭ જુલાઈ સુધી વૃક્ષારોપણ સપ્તાહ મનાવી દેશમાં ૧ કરોડ ૨૦ લાખ વૃક્ષો વાવવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે. જેના ભાગરૂપે પાલનપુરમાં ફઝલે માસુમ દરગાહ અને અંબર સોસાયટીમાં આવેલી ફૈઝાને હસ્નેન મસ્જિદ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો.

     દાવતે ઈસ્લામી ઈન્ડિયાના ફૈઝાન ગ્લોબલ રિલીફ ફાઉન્ડેશન (એફજીઆરએફ) દ્વારા "પૌધા લગાના હૈ.... દરખ્ત બનાના હૈ" ના સૂત્ર સાથે દેશભરમાં વૃક્ષોની વાવણી કરવામાં આવી છે. દેશને હર્યોભર્યો કરવાની નેમ સાથે દાવતે ઈસ્લામી ઈન્ડિયાએ ગતવર્ષે પણ મોટા પ્રમાણમાં વૃક્ષો વાવીને તેનો ઉછેર કર્યો છે. ફૈઝાને હસ્નેન મસ્જીદના ઈમામ ગુલામ હુસૈન કુરેશીએ જણાવ્યું કે પેડ પૌધા લગાવી તેની જાળવણી કરવી એ પૈગમ્બર મુંહમ્મદ (સલ્લલ્લાહુ અલયહી વ સલ્લમ) ના માર્ગ ઉપર ચાલી સુન્નત અમલ કરવાની પણ નેકી છે. તેમણે કહ્યું કે દાવતે ઈસ્લામી ઈન્ડિયા દેશભરમાં માનવતા અને ભલાઈના કાર્યો કરી રહી છે. અને આગામી દિવસોમાં પણ સંસ્થા તેવા દરેક સારા કામ કરશે જેમાં માનવતા અને સમાજની ભલાઈ હોય. નોંધનીય છે કે, દાવતે ઈસ્લામી ઈન્ડિયા સૂફીઝમ આધારિત ધાર્મિક સંસ્થા છે  આ સંસ્થા ધાર્મિક પવૃત્તિ ઉપરાંત સામાજિક તેમજ શૈક્ષણિક ક્ષેત્રે પણ લાંબા સમયથી કાર્ય કરી રહી છે, જેનો લાભ લાખો લોકો સુધી પહોંચી રહ્યો છે.  પાલનપુર ખાતે યોજાયેલા વૃક્ષારોપણ કાર્યક્રમમાં ફૈઝાને હસ્નેન મસ્જીદના ઈમામ ગુલામ હુસૈન કુરેશી, સહાદતભાઈ અન્સારી,હાજી અલીમભાઈ, રોશનભાઈ, શબ્બીરભાઈ,પત્રકાર ઐયુબ પરમાર તેમજ મદ્રાસામાં દીની તાલીમ લેતા બાળકોએ વૃક્ષારોપણ કર્યું હતું.

 

     વરસાદ હતો અને આવા લીલા લીલોતરી વાળા પ્રદેશમાં પ્રાણીઓ, પક્ષીઓ અને જીવજંતુઓએ પોતાના આવાસ્થાનો બનાવેલા હતા આથી સમગ્ર સૃષ્ટિ હાલના સમય કરતા સુંદર હતી કુદરતના તમામ ઘટકોથી પૃથ્વીની શોભા અનેરી હતી. આજે આ મનુષ્ય દ્વારા સઘળું બદલાયું છે. એ પણ ખૂબ ઝડપથી વૃક્ષોના જંગલો નાશ કરવા લગ્યો આથી વનરાજીવાળો વિસ્તાર સતત ઘટાડો થતો ગયો અહીં એક વાત કહેતા ખૂબ જ દુ:ખ થાય કે આપણી અણમોલ ઔષધિય વનસ્પતિની કેટલીક જાતિ પ્રજાતિ નાશ પામી અને ખૂબ મોટા પ્રમાણમાં ભયને આરે છે રેડ લિસ્ટમાં છે તો આપણાથી બનતા પ્રયત્ન કરી આ ચોમાસામાં વૃક્ષા રોપણ દરેક કરીએ અને ઉછેરીએ.

Download Our B K News Today App



Related News