લાખણી તાલુકાના ગેળા ગામે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-07-21 11:37:58
  • Views : 258
  • Modified Date : 2021-07-21 11:37:58

     લાખણી તાલુકા ભાજપ પ્રમુખ, વિશ્વ હિન્દુ પરિષદ સંયુક્ત ઉપક્રમે એક વૃક્ષ એક જીવન અંતર્ગત ગેળા ખાતે વિવિધ વિસ્તારોમાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં યુવાનો તેમજ વડીલો જોડાયાં હતાં.

    વર્તમાન સમયમાં વાતાવરણમાં પ્રદુષણની માત્રામાં દિવસે દિવસે વધારો થઇ રહ્યો છે જેના કારણે ગ્લોબલ વોર્મિંગની પરિસ્થિતી સર્જાતાં હાલમાં ચિંતાનો વિષય બન્યો છે. આવા સંજોગોમાં દરેક વ્યક્તિએ પર્યાવરણની જાળવણી કરવા માટે પ્રયાસ કરવો ખુબજ અનિવાર્ય બની ગયો છે. વૃક્ષોનું રોપણ કરવું તેમજ વૃક્ષારોપણ બાદ તે વૃક્ષોનું યોગ્ય રીતે ઉછેર થાય તે જરૂરી છે...વર્તમાન સમયમાં દરેક નાગરિક ઓછામાં ઓછું એક વૃક્ષ વાવી તેનો ઉછેર કરે તો પણ હરિત ક્રાંતિ સર્જાઈ શકે છે. ત્યારે ગેળા ખાતે લાખણી તાલુકા ભાજપ પ્રમુખ, વિશ્વ હિન્દુ પરિષદ સંયુક્ત ઉપક્રમે એક વૃક્ષ એક જીવન અંતર્ગત ગેળા ખાતે વિવિધ વિસ્તારોમાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં યુવાનો તેમજ વડીલો જોડાયાં હતાં.

Download Our B K News Today App



Related News