કાંકરેજના થરામાં આવેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-07-23 11:14:49
  • Views : 224
  • Modified Date : 2021-07-23 11:14:49

     કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરામાં આવેલ શ્રી કાંકરેજ તાલુકા કેળવણી મંડળ સંચાલિત શ્રી એસ.એ.સુરાણી વિદ્યાસંકુલ અંતર્ગત કાંતાબેન કીર્તિલાલ શાહ અર્ટ્સ અને લીલાવતીબેન બાપુલાલ ગુંજારીયા કૉમેર્સ કોલેજ થરા તથા ૩૫ બટાલિયન એન.સી.સી. પાલનપુર તથા ઓગડ વિદ્યામંદિર થરા દ્વારા આજરોજ થરામાં આવેલ 'રાવણા રાજપૂત' સમાજના સ્મશાન ગૃહમાં કોલેજના એન.એસ.એસ./એન. સી.સી. વિભાગના વિદ્યાર્થીઓ અને ઓગડ વિદ્યામંદિરના એન. સી.સી.ના વિદ્યાર્થીઓ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની સરૂઆતમાં કોલેજના પ્રિ. દિનેશભાઈ એસ.ચારણે જીવનમાં વૃક્ષોનું મહત્વ સમજાવી દરેક "છોડમાં રણછોડ છે"તેવી ભાવનાથી વધારે પ્રમાણમાં વૃક્ષો રોપી, ઉછેરીને રાષ્ટ્ર અને સમાજને ઉપયોગી થવાની હાકલ કરી હતી તેમજ ઓગડ વિદ્યામંદિરના એન. સી.સી.ના એ. એન.ઓ. ભારમલભાઈ પટેલ દ્વારા વર્તમાન Covid-૧૯ની મહામારીમાં ઓક્સિજનના અભાવે જ્યારે મુશ્કેલીઓ ઊભી થઈ છે ત્યારે કુદરતી ઓક્સિજન પુરૂ પાડતા વૃક્ષોને ઉછેરીને જતન કરવાની વાત કરેલ હતી."રાવણા રાજપૂત સમાજ"ના અશોકભાઈ પઢિયાર દ્વારા પણ વધારે પ્રમાણમાં વૃક્ષો રોપી ઉછેરવાની વાત કરેલ હતી. આ કાર્યક્રમમાં "રાવણા રાજપૂત સમાજ"ના આગેવાનો વિદ્યાર્થી ભાઈ-બહેનો હાજર રહ્યા હતા.

Download Our B K News Today App



Related News