ડીસા તાલુકાના વાસડા ગામે આઝાદ હિન્દ ફાઉન્ડેશન દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-09 12:12:01
  • Views : 232
  • Modified Date : 2022-07-09 12:12:01


જેમાં વિદ્યાર્થીઓ માટે ચિત્ર સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.સાથો સાથ ડીસા તાલુકો હરિયાળો બને તે માટે લોકો વધુમાં વધુ વૃક્ષારોપણ કરે તેવી પણ અપીલ કરાઈ હતી...


આજે સમગ્ર વિશ્વમાં વૃક્ષોનો દિવસેને દિવસે નિકંદન થતું જઈ છે. જે પ્રમાણે આજે સમગ્ર વિશ્વમાં દિવસેને દિવસે સ્ટ્રક્ચરનું પ્રમાણ વધી રહ્યું છે તેની સામે જંગલોનો પણ દિવસેને દિવસે વિનાશ થતો જઈ રહ્યો છે આજે રોજેરોજ મોટી સંખ્યામાં લોકો ન જેવા પૈસા કમાવા માટે વૃક્ષો કાપી રહ્યા છે બીજી તરફ ગ્રામીણ વિસ્તારમાં પણ લોકો પશુઓથી પોતાનો પાક બચાવવા માટે શેઢા પાળે લગાવેલ વૃક્ષો પણ લોકો નીકાળી રહ્યા છે જેના કારણે દિવસેને દિવસે અનેક સમસ્યા વધી રહી છે ત્યારે હાલમાં ડીસા તાલુકામાં વધુમાં વધુ લોકો વૃક્ષો વાવે તે માટે આઝાદ હિન્દ ફાઉન્ડેશન દ્વારા વૃક્ષો વાવો નું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે આ ઉપરાંત પણ ડીસા તાલુકામાં અનેક સેવાભાવી સંસ્થાઓ દ્વારા હાલમાં ડીસા તાલુકાને હરિયાળો બનાવવા માટે વૃક્ષારોપણના કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે જે અંતર્ગત આજે ડીસા તાલુકાના વાસડા ગામે આઝાદ હિન્દ ફાઉન્ડેશન દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આજે યોજાયેલા આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં આઝાદ હિન્દ ફાઉન્ડેશનના કાર્યકર્તાઓ દ્વારા ગામમાં સૌપ્રથમ તુલસી પૂજા કરવામાં આવી હતી જે વાત ગ્રામીણ વિસ્તારના લોકોમાં વૃક્ષ વિશે જાણકારી આવે તે માટે વૃક્ષોની માહિતી આપવામાં આવી હતી સાતો સાત આજે યોજાયેલા આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને ચિત્ર સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં સ્પર્ધામાં ભાગ લઈ અલગ અલગ પ્રકારે વૃક્ષો બચાવવા માટેના ચિત્રો દોર્યા હતા. જેમાં પ્રથમ ત્રણ નંબર આવનાર વિદ્યાર્થીઓને ઇનામ આપવામાં આવ્યા હતા. આજે યોજાયેલા આ કાર્યક્રમમાં વાસડા ગામના સરપંચ વાસડા પ્રાથમિક શાળાના આચાર્ય સહિત આઝાદ હિન્દ ફાઉન્ડેશનના મેમ્બર દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું ડીસા તાલુકાના વાસડા ગામે યોજાયેલ વૃક્ષારોપણ કાર્યક્રમમાં શાળાના આચાર્ય મગનભાઈ દેસાઈ પ્રાથમિક શાળાના આચાર્ય કેતનભાઇ પંડ્યા વાસણા ગામના સરપંચ વીરાભાઇ માળી તેમજ આઝાદ હિન્દ ફાઉન્ડેશનના મેમ્બર હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો


Download Our B K News Today App



Related News