ડીસાના સોમેશ્વર મહાદેવના મંદિર ખાતે રોટરી ક્લબની મહિલાઓ દ્વારા વૃક્ષારોપણ કરાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-20 10:56:08
  • Views : 264
  • Modified Date : 2022-07-20 10:56:08

 

ડીસા તાલુકાના આખોલ ગામે આવેલ સોમેશ્વર મહાદેવના મંદિરે રોટરી ક્લબની મહિલાઓ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં વધુમાં વધુ વૃક્ષો વાવી અને પર્યાવરણને બચાવવા માટે આ મહિલાઓએ તમામ લોકોને અપીલ કરી હતી

 

જે પ્રમાણે દિવસે ને દિવસે જંગલોનો વિનાશ થઈ રહ્યો છે તેને લઈ રોજેરોજ અનેક સમસ્યાઓનો લોકોએ સામનો કરવો પડે છે ખાસ કરીને આજે સ્ટ્રક્ચરનું પ્રમાણ જે રીતે દિવસે ને દિવસે આગળ વધી રહ્યું છે તેની સામે મોટા મોટા જંગલોનો વિનાશ થઈ રહ્યો છે આજે લોકો ન જેવા પૈસા કમાવાની લ્હાયમાં પણ રોજે રોજ અનેક વૃક્ષો કાપી વેચાણ કરી રહ્યા છે આજથી વર્ષો પહેલા જ્યાં મોટા મોટા ઘટાદાર વૃક્ષોથી ઘેરાયેલા જંગલો હતા ત્યાં આજે મોટી મોટી ઈમારતો જોવા મળી રહી છે જેના કારણે જંગલો લુપ્ત થઈ રહ્યા છે ત્યારે હવે લોકોમાં પર્યાવરણ વિશે જાગૃતિ આવે તે માટે વિવિધ સેવાભાવી સંસ્થાઓ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે ખાસ કરીને ડીસા તાલુકામાં બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ વૃક્ષારોપણના કાર્યક્રમો હાલમાં યોજાઇ રહ્યા છે અત્યાર સુધી અનેક લોકોએ વૃક્ષારોપણ કરી પર્યાવરણને બચાવવા માટે અભિયાન શરૂ કર્યું છે જે અંતર્ગત આજે ડીસા તાલુકાના આખોલ ગામે આવેલ સોમેશ્વર મહાદેવના મંદિરે પણ રોટરી ક્લબની મહિલાઓ દ્વારા વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં રોટરી ક્લબની મહિલાઓ દ્વારા 200 થી પણ વધુ વૃક્ષો વાવેતર કર્યું હતું અને આગામી સમયમાં હજુ પણ વધુમાં વધુ વૃક્ષારોપણ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું આજે સોમેશ્વર મહાદેવના મંદિર ખાતે યોજાયેલા આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં ડોક્ટર રીટાબેન પટેલ હીનલબેન અગ્રવાલ કાંતાબેન પટેલ ડોક્ટર હિરેનભાઈ પટેલ તેમજ ઈશાન અગ્રવાલ સુન્ધાબેન ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યું હતું

Download Our B K News Today App



Related News