ડીસા તાલુકાના થેરવાડા ગામે સમર્પણ ગ્રુપ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-08-29 12:28:11
  • Views : 265
  • Modified Date : 2022-08-29 12:28:11

 

ડીસા તાલુકાના થેરવાડા ગામે સમર્પણ ગ્રુપ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો વૃક્ષારોપણ કાર્યક્રમમાં 300 થી પણ વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું અને વૃક્ષારોપણ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

 

જે પ્રમાણે સમગ્ર વિશ્વમાં દિવસેને દિવસે અનેક સમસ્યાઓ વધી રહી છે તેનું મુખ્ય કારણ છે વૃક્ષોનું નિકંદન આજે સમગ્ર વિશ્વમાં લોકો ઉદ્યોગો વધારવા માટે દિવસેને દિવસે જંગલોનું વિનાશ કરી રહ્યા છે જેના કારણે રોજેરોજ લોકો અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે ખાસ કરીને ઓછા થતા વૃક્ષોના કારણે આજે મોટાભાગના અનેક જંગલો લુપ્ત થઈ રહ્યા છે જેના કારણે આજે લોકો અનેક મોટી બીમારીઓનો સામનો કરી રહ્યા છે આજે લોકોના જેવા પૈસા કમાવા માટે રોજેરોજ અસંખ્ય વૃક્ષો કાપી રહ્યા છે જેના કારણે આજે વૃક્ષોની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહે છે ત્યારે આવા સમયે હવે ડીસા ખાતે કાર્યરત સમર્પણ ગ્રુપ દ્વારા બનાસકાંઠા જિલ્લાને હરિયાળું બનાવવા માટે અભિયાન શરૂ કરી છે અને અત્યાર સુધી ગ્રુપ દ્વારા હજારોની સંખ્યામાં જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવી છે અને તેનો ઉછેર પણ ગ્રુપ દ્વારા કરવામાં આવી રહ્યો છે જે અંતર્ગત આજે ડીસા તાલુકાના થેરવાડા ગામ એટલે શિક્ષણમાં અગ્રેસર, આર્થિક રીતે સમૃદ્ધ, સામાજિક સમરસતાનું આગવું ઉદાહરણ પૂરું પાડતા સાહસિક લોકોનું ગામ. જ્યાં સમર્પણ વન અભિયાન અંતર્ગત થેરવાડા ગામ ના ઠાકોર સમાજની સ્મશાન ભૂમિમાં  અને  મહાકાળી માતાજી મંદિર ખાતે 500 થી પણ વધુ વૃક્ષોનું વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.આજે યોજાયેલ કાર્યક્રમમાં ગામના દરેક વડીલ અને સમર્પણ પ્રમુખ  આનંદ પટેલ, ડોકટર રમેશભાઈ ભાઈ  થેરવાડા ગામા સરપંચ ચૌધરી કરમશીભાઈ ધરમાભાઈ સહિત ઠાકોર સામાજ  યુવા મિત્રો અને ગ્રામ જણો ઉપસ્થિત રહા હતા.

Download Our B K News Today App



Related News