બનાસકાંઠા જિલ્લાના લાખણી ખાતે વૃક્ષ પરબનું આયોજન કરવામાં આવ્યું હતું.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-19 10:41:56
  • Views : 258
  • Modified Date : 2022-07-19 10:41:56

 

બનાસકાંઠા જિલ્લાના લાખણી ખાતે વૃક્ષ પરબનું આયોજન કરવામાં આવ્યું હતું.

 

  વૃક્ષ પરબ ગ્રીન ગ્લોબલ બ્રિગેડના તાલુકા પ્રમુખ દિનેશ પ્રજાપતિ અને ઉપપ્રમુખ પ્રવીણ સુથાર તથા પર્યાવરણ પ્રેમી  દ્વારા પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવા વૃક્ષ પરબનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં  17  પ્રકારના 950 જેટલા ફળાઉ, છાયડા અને ઔષધીય બાળ તરુ નું વિતરણ કરાયું  હતું .. સુવિધાની આંધળી દોડમાં જ્યારે માનવીને કુદરતે આપેલી અમૂલ્ય ભેટ પર્યાવરણને કોઈને કોઈ રીતે નુકસાન કરી રહ્યા છીએ ત્યારે તેનું જતન કરવું અનિવાર્ય છે. કાર્યક્રમ માં ઉપસ્થિત ગ્રીન ગ્લોબલ બ્રિગેડ બનાસકાંઠા જિલ્લા પ્રમુખ રામાભાઈ રાજપૂત, પર્યાવરણ પ્રેમી પારસભાઈ સોની, જયંતીભાઈ પ્રજાપતિ, માવજીભાઈ આહીર, અશોકભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા અને ઉત્સાહ સભર લાખણી અને આજુબાજુના ગામડાના લોકો વૃક્ષો ઉછેરવાની ખાતરી આપી ને રોપા લઈ ગયા..

Download Our B K News Today App



Related News