આદિવાસીઓની પરંપરાગત ચિત્રકળા વારલી ને જીવંત રાખવા તાલીમ શિબિર યોજાઈ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-02-13 12:11:48
  • Views : 72
  • Modified Date : 2024-02-13 12:11:48

ડાંગ  : ભારતીમાં ભિન્ન ભાષાઓ, કલાઓ અને સંસ્કૃતિ નો ખજાનો છે તેમાં પણ ખાસ કરીને આદિવાસી સંસ્કૃતિ અને કલાને દેશ વિદેશમાં લોકો પસંદ કરે છે. એમાં પણ આદિવાસી પરંપરાગત વારલી ચિત્રકલા ના ચાહકો ખુબ મોટા પ્રમાણમાં જોવા મળે છે. ડાંગ જિલ્લાના વિદ્યાર્થીઓ માટે આદિવાસીઓની પરંપરાગત ચિત્રકળા વારલી ને જીવંત રાખવા બે દિવસીય તાલીમ યોજવામાં આવી જેમાં વિદ્યાર્થીઓએ ખુબ ઉત્સાહથી ભાગ લીધો હતો.સહ્યાદ્રિ ગિરિમાળાના ગ્રામ્ય પ્રદેશમાં વસતા આદિવાસમાં પરંપરાગત વારલી ચિત્રકળા ખૂબ પ્રચલિત છે. મહારાષ્ટ્ર રાજ્યના સરહદી વિસ્તાર વલસાડ, સેલવાસ, દમણ, દાદરા નગર હવેલી, સેલવાસ તેમજ ગુજરાત રાજ્યના ડાંગ જિલ્લામાં વસતા આદિવાસી સમુદાયના લોકો સહિત દેશ વિદેશમાં હવે તેની માંગ ઉઠી છે જોકે લુપ્ત થવાના આરે આવી ને ઉભેલી આ ચિત્રકળા ને જીવંત રાખવા માટે સરકાર દ્વારા પણ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.જેના પ્રયાસ રૂપે ડાંગ જિલ્લા શિક્ષણ અને તાલીમ વિભાગ દ્વારા ડિપ્લોમા એલિમેન્ટ્રી ઇન એજ્યુકેશન ના વિદ્યાર્થીઓ માટે બે દિવસની તાલીમ સીબીર નું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત ના તાપિ જીલ્લાના વારલી ચિત્રકાર દ્વારા મહારાષ્ટ્ર અને ગુજરાતના આદિવાસી વિસ્તરોમા વારલી ચિત્રકળા બચાવવા માટે ખાસ પ્રયત્નો કરવામાં આવે છે.

 

Download Our B K News Today App



Related News