થરાદ-ડીસા હાઇવે પર હેલિપેડ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં કાર ચાલકનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજયું હતું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-01 11:26:01
  • Views : 243
  • Modified Date : 2022-07-01 11:26:01

થરાદ-ડીસા હાઇવે પર હેલિપેડ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં કાર ચાલકનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજયું હતું

 

જેતડા તરફ થી આવતી અલ્ટો કાર  હાઇવે પર ના ઝાડ સાથે ધડાકાભેર ભટકાઈ.....

 

ઘટના ની જાણ થતાં 108  વાહનો ચાલકો અને લોકો દોડી આવ્યા અને કાર ચાલક ને કાર ભારે જહેમત બહાર કાઢ્યો..

 

    ઘટના સ્થળે લોકો ના  ટોળેટોળાં ઉમટી પડયા.... બનાસકાંઠા જિલ્લામાં અકસ્માત નો અટકવાનું નામ જ લેતો નથી જિલ્લામાં દિન પ્રતિદિન અનેક નાના મોટા અકસ્માતો સર્જાઇ રહ્યા છે જેમાં કેટલીય માસુમ જિંદગી રહી છે ક્યારેક મોટા હેવી વાહનોના ગફલત ભર્યા ડ્રાઇવિંગના કારણે તો ક્યારેક વધુ પડતી સ્પીડ અને ડ્રાઇવર દ્વારા ઓવરટેક કરવાના પ્રયાસમાં અકસ્માતો સર્જાતા હોય છે જેના કારણે લોકો મૃત્યુનો ભોગ બનતા હોય છે ત્યારે આવો જ એક અકસ્માત થરાદ ડીસા હાઈવે પર સર્જાયો હતો. જેમાં થરાદ ડીસા હાઈવે પર હેલીપેડ પાસે આજે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં કાર ચાલકનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. જેતડા તરફથી આવતી alto કારના ડ્રાઈવરે અચાનક સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા કાર રોડની બાજુમાં આવેલા ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ હતી જેમાં કારચાલકનું ઘટનાસ્થળે કરુણ મોત નીપજ્યું હતું અને કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો ઘટનાની જાણ આજુબાજુના લોકોને થતાં લોકોએ ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરતા 108 એમ્બ્યુલન્સ ના કર્મચારીઓ દોડી આવી કાર ચાલકને ભારે જહેમત બાદ કારમાંથી બહાર કાઢ્યો હતો અને પીએમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો

Download Our B K News Today App



Related News