ડીસાના તાલેપુરા નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો..પુરપાટ ઝડપે પસાર થતા યુવકનું બાઇક ખાડાના કારણે સ્લીપ થઈ જતાયુવકનુંઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજયું હતું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-12 11:13:11
  • Views : 233
  • Modified Date : 2022-04-12 11:13:11

 

ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી માર્ગ અકસ્માતોના બનાવોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે ખાસ કરીને વારંવાર સર્જાતા અકસ્માતમાં અત્યાર સુધી સૌથી વધુ બાઈક સવારો અકસ્માતનો ભોગ બન્યા છે વારંવાર સર્જાતા અકસ્માતમાં અત્યાર સુધી અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે તો ક્યાંક લોકો મોતને ભેટયા છે ત્યારે વારંવાર જતા અકસ્માતોને નહીં લોકોમાં પણ ભય જોવા મળી રહ્યો છે ત્યારે ડીસા ના તાલેપુરા નજીક થી બાઇક લઈ પુર ઝડપે પસાર થતા યુવક નું બાઇક ખાડા ના કારણે સ્લીપ થઈ જતા અકસ્માત સર્જાયો હતો અને ઇજા ને કારણે બાઇક ઉપર સવાર યુવકનું મોત નિપજતા આ મામલે મૃતક ના ભાઈ એ ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે

આ અંગેની વિગત જોતા ધાનેરા ના મેડા ખાતે રહેતા દેવાભાઈ મોતીભાઈ રબારી  પોતાની માલિકી નું બાઇક નમ્બર જી જે ૦૮ સી ડી ૭૪૪૯ લઈ મેડાં થી તાલેપુરા જતા હતા અને પુરઝડપે બાઇક લઈ ધનપુરા નજીક વ્હોળા માં બાઇક સ્લીપ થઈ જતા તેઓ રોડ ઉપર પટકાયા હતા અને આસપાસ ના લોકો એ ૧૦૮ને ફોન  કરી સારવાર અર્થે ખસેડયા હતા જોકે સારવાર પહલા જ ઇજાઓ ના કારણે દેવાભાઈ નું કરુંણ મોત નીપજ્યું હતું જેથી તેમની લાસ ને પી એમ અર્થે ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી અને આ મામલે મૃતક દેવાભાઈ ના ભાઈ ઈશ્વરભાઈએ ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધવતા હાલ માં પોલીસે અકસ્માત મોત નો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

Download Our B K News Today App



Related News