અમદાવાદના સરખેજ બાવળા હાઈવે પર પાણી ભરાતા સર્જાયો હતો ટ્રાફિક જામ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-06-29 17:55:13
  • Views : 126
  • Modified Date : 2023-06-29 17:55:13

હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદના સરખેજ બાવળા હાઈવે પર વરસાદ ખાબકતા પાણી ભરાઈ ગયુ હતુ. રસ્તા પર પાણી ભરાતા હાઈવે પર ટ્રાફિક જામ થઈ જતા પોલીસ એકશનમાં આવી હતી અને રસ્તાની બાજુની ગટરો તોડી પાણીનો નિકાલ કરવાની સાથે જ રસ્તા પર પાણીમાં ફસાયેલા વાહનચાલકોને મદદ કરી હતી.તો બીજી તરફ સુરતમાં પણ હવામાન વિભાગની આગાહી વચ્ચે ધોધમાર વરસાદ ખાબક્તા સુરતનો કોવેઝ બંધ કરવામાં આવ્યો છે. સુરતના ઉપરવાસમાં ભારે વરસાદ ખાબકવાથી કોઝવે બંધ કરવામાં આવ્યો છે. ભારે વરસાદના પગલે કોવેઝની જળસપાટી 6 મીટર જોવા મળે છે. શહેરના કતારગામ અને રાંદેર વચ્ચે વાહનવ્યવહાર બંધ કરાતા લાખો લોકોને હાલાકી પડી છે.

Download Our B K News Today App



Related News