ડીસા કરીયાણા મરચન્ટ એસોસિયેશનના વેપારી દ્વારા આજરોજ જીવદયાપ્રમી ભરતભાઈ કોઠારીની વારસદાર તેમના ધર્મ પત્ની નૂતનબેન ભરતભાઈ કોઠારીના બેંક એકાઉન્ટમાં આજરોજ પાંચ લાખ વિમાના અને પચ્ચીસ હજાર વધારાના જમા કરવામાં આવ્યા હતા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-10-12 12:00:57
  • Views : 912
  • Modified Date : 2021-10-12 12:00:57

ડીસા કરીયાણા મરચન્ટ એસોસિયેશનના વેપારી દ્વારા આજરોજ ગુજરાત અને ભારતમાં ડીસા શહેર ના જાણીતા જીવદયા પ્રમી  ભરતભાઈ કોઠારી નુ રોડ અકસ્માત મા અવસાન થયું હતું.જીવદયાપ્રમી ભરતભાઈ કોઠારીની ડીસા કરીયાણા મરચન્ટ એસોસિયેશનમા વેપારની પેઢી ડીસામાં આવેલ છે.જેમાં ભરતભાઈ કોઠારી એસોસિયેશન ના સભાસદ હતા.ડીસા કરીયાણા મરચન્ટ એસોસિયેશન ના વેપારી ભાઇ ઓ જે સભાસદ છે તેમનો અકસ્માત મા મૃત્યુ થાય તો  પાંચ લાખ રૂપિયા નો દર વર્ષે વીમા લેવામાં આવે છે  જે ભરતભાઈ કોઠારી ના વારસદાર તેમના ધર્મ પત્ની નૂતનબેન ભરતભાઈ કોઠારી ના બેંક એકાઉન્ટમાં આજરોજ જમા આવેલ છે પાંચ લાખ વિમા ના અને પચ્ચીસ હજાર વધારા ના આપવામાં આવ્યા હતા. ડીસા કરીયાણા મરચન્ટ એસોસિયેશન ના પ્રમુખ જગદિશચંદ્ર શંકરલાલ મોદી  અને કારોબારી ની આગવી સુજ થી આવા સરાહનીય કામગીરી કરવામાં આવે છે. અને પેઢી મા મુનીમ/ મંજુર/હમાલ/ ડ્રાઇવર અને પરિવાર ના સભ્યો નો અકસ્માતમાં મૃત્યુ બાદ તેમના પરિવારમાં સહાય આપવામાં આવે છે.એસોસિયેશન ના વેપારી ભાઈ પોતાના ત્યાં કામ કરતા વ્યક્તિ ઓ ના ભવિષ્ય ની ચિંતા કરતા આ પ્રીમીયમ પોતાની પેઢી માથી ભરે છે મિત્રો કોઇનો વહાલ સોયો પુત્ર / પતી કે પરીવાર મા કમાનાર નું આકસ્મિક અવસાન થાય તો પરિવાર ને સહાય મળી રહે તે હેતુથી આ સરાહનીય કામગીરી ને લોક કલ્યાણ માટે એસોસિયેશન સદાય તત્પર રહે છે રૂપિયા થી જીવન પાછું મળતું નથી પરંતુ રૂપિયા થી વારસદારો ની જીવન યાત્રા માં કોઇ ઓટ આવતી નથી ને પરિવાર ને કોઈ ની આગળ હાથ ફેલાવવો પડતો નથી  એસોસિયેશન મહાત્મા  ગાંધી બાપુ નુ સુત્ર હતુ તે મુજબ  જન સેવા એજ પ્રભુ સેવા મા માને છે.જે અંતર્ગત આજે વેપારીઓ દ્વારા સહાય ચુકવવામાં આવી રહી છે.

Download Our B K News Today App



Related News