કાંકરેજ તાલુકાના થરા-ખારીયા રોડ ઉપર બસ અને ટ્રેકટર વચ્ચે અક્સ્માત સર્જાતા ટ્રેકટર ચાલકનુ ઘટનાસ્થળે કરૂણ મોત નિપજતા ચકચાર મચી ગયો હતો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-12-17 13:01:07
  • Views : 211
  • Modified Date : 2021-12-17 13:01:07

 

 બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતનો સિલસિલો અટકવાનું નામ લેતો નથી..જિલ્લામાં એક બાદ એક નાના મોટા અકસ્માતો સર્જાઈ રહ્યા છે જેમાં અનેક માસુમ લોકોની જિંદગી હોમાઈ રહી છે..મોટા હેવી વાહનોના ગફલતભર્યા ડ્રાઇવિંગના કારણે તો ક્યારેક ઓવરટેક કરવાના પ્રયાસમાં અકસ્માતો સર્જાતા હોય છે અને લોકો મોતને ભેટતા હોય છે..બનાસકાંઠામાં છેલ્લા 2 દિવસમાં 3 વ્યક્તિઓના અકસ્માતના કારણે મોત નિપજ્યાં છે ત્યારે આજરોજ કાંકરેજ તાલુકાના થરા-ખારીયા રોડ ઉપર બસ અને ટ્રેકટર વચ્ચે અક્સ્માત સર્જાતા ટ્રેકટર ચાલકનુ ઘટનાસ્થળે મોત થતાં ચકચાર મચી ગયો હતો...માલતિ માહિતી મુજબ કાંકરેજ તાલુકાના મોટાજામપુર ગામના વતની હરેશજી બચુજી ઠાકોર ત્રણ વર્ષથી રુણી ગામે જમીન રાખી ખેતી કામ કરતા હતા..તે પોતાનુ ટ્રેકટર નંબર GJ-08-BF-3414 રુણી ગામેથી મોટાજામપુર ખેડવા માટે જતા હતા.તે સમયે ખારીયા ગામ નજીક જય હિંગળાજ હોટલ નજીક રોડ ઉપર એસ.ટી.બસ નંબર GJ-18-Z-3924ના ડ્રાઈવરે પુરઝડપે અને ગફલતભરી રીતે બસ હંકારતા પાછળથી ટકકર મારતાં ટ્રેકટર પલ્ટી ખાઇ ગયું હતું.. જેમાં હરેશજી બચુજી ઠાકોર ટ્રેકટરના આગળના ટાયર નીચે આવી જતાં ગંભીર પ્રકારની ઇજાઓ થતાં ઘટનાસ્થળે કરૂણ મોત નીપજયું હતું... સમાચાર સાંભળતાં સગાસંબંધી,પરીવારજનો અને આસપાસના લોકોના ટોળેટોળા ધટનાસ્થળે ઉમટી પડયા હતા..મૃતકની લાશને ટ્રેકટરના આગળના ટાયર નીચેથી નિકાળી ખાનગી વાહનમાં થરા રેફરલ હોસ્પિટલમાં પી.એમ.માટે ખસેડવામાં આવી હતી..પી.એમ.કર્યા બાદ મૃતકની લાશને તેના વાલીવારસોને સુપરત કરી હતી... અંગે બચુજી દેવસીજી ઠાકોરે થરા પોલિસ સ્ટેશને ફરીયાદ નોધાવતાં થરા પોલિસે એસ.ટી.ચાલક વિરુધ્ધ ફરીયાદ નોધી તપાસ હાથ ધરી હતી.

Download Our B K News Today App



Related News