ધરોઈ ડેમના કુલ 3 દરવાજા ખોલવામાં આવ્યા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-08-01 15:27:00
  • Views : 120
  • Modified Date : 2023-08-01 15:27:00

મહેસાણા જિલ્લાના ધરોઈ ડેમમાં પાણીની આવક સતત વધી રહી છે. અત્યાર સુધી ધરોઈ ડેમના કુલ 3 દરવાજા ખોલવામાં આવ્યા છે. ધરોઇ ડેમમાં 618.50 ફૂટ સુધી જળ સપાટી પહોંચતા ડેમના દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. ડેમમાં પાણીની ભયજનક સપાટી 622 ફૂટ છે ઉપરવાસમાં વરસાદને લઇને ધરોઈ ડેમમાં પાણીની આવક થઈ રહી છે. હાલમાં 10 હજાર 36 ક્યૂસેક પાણીની આવક થઈ રહી છે. 10 હજાર 36 ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવ્યુ છે.હાલમાં ધરોઇ ડેમ 86.57 ટકા ભરાઇ ગયો છે. જેના પગલે સાબરમતી નદીના કાંઠા વિસ્તારને એલર્ટ કરવામાં આવ્યા છે. સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદમાં એલર્ટ આપવામાં આવ્યુ છે. તો બનાસકાંઠા, ખેડા, આણંદ, મહેસાણામાં પણ એલર્ટ આપવામાં આવ્યુ છે.

Download Our B K News Today App



Related News