આજરોજ ડીસા અર્બન હેલ્થ સેન્ટર બે દ્વારા તમાકુ નિયંત્રણ પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો જેમાં આરોગ્ય વિભાગની ટીમે જાહેર રસ્તા ઉપર તમાકુનું વેચાણ કરતા દુકાનદારોને દંડ વસુલ કરવામાં આવ્યો હતો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-11-17 13:15:23
  • Views : 172
  • Modified Date : 2021-11-17 13:15:23

 

આજરોજ ડીસા અર્બન હેલ્થ સેન્ટર દ્વારા સવારે ડીસા શહેર વિસ્તારમાં તમાકુ નિયંત્રણ પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો જેમાં ડીસા તાલુકા વિકાસ અધિકારી ડો.જીગ્નેશ હરિયાણી , ડીસા અર્બન હેલ્થ ઓફિસર કેપી દેલવાડીયા ડીસા અર્બન ના સુપરવાઇઝર હરિ સિંહ ચૌહાણ જિલ્લા માંથી તમાકુ કાઉન્સિલર અને દિશા અર્બન આરોગ્ય કર્મચારીઓ સાથે રાખી તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત અભિયાન ચલાવવામાં આવ્યું હતું અભિયાન થકી ડીસા શહેરમાં જાહેર રસ્તા ઉપર લારી, ગલ્લા તેમજ દુકાનો પર આરોગ્ય વિભાગની ટિમ દ્વારા 4200 રૂપિયાનો દંડ વસુલાત કરવામાં આવી હતી. છેલ્લા ઘણા સમયથી નાની ઉંમરના લોકો વ્યસનના રવાડે ચડી ગયા છે જેના કારણે દિવસે ને દિવસે તમાકુનું મોટા પ્રમાણમાં શહેરી વિસ્તારોમાં વિચાર થઈ રહી છે ત્યારે આગામી સમયમાં લોકો વ્યસનથી દૂર રહે તે માટે આજે ડીસા આરોગ્ય વિભાગની ટીમ દ્વારા વ્યસન મુક્તિ કાર્યક્રમ અંતર્ગત ડીસા શહેરમાં ચાર રસ્તા ઉપર તમાકુનું વેચાણ કરતાં લોકો પર દંડ વસૂલાત કરવામાં આવ્યો હતો.

Download Our B K News Today App



Related News