ડીસા તાલુકાના ખેટવા ગામમાં લળતુકા પરિવાર દ્વારા કુળદેવી બ્રહ્માણી માતાજીની ત્રિદિવસીય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-16 11:27:48
  • Views : 175
  • Modified Date : 2022-04-16 11:27:48

 

ડીસા તાલુકાના ખેટવા ગામમાં લળતુકા પરિવાર દ્વારા કુળદેવી બ્રહ્માણી માતાજીની ત્રિદિવસીય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરતા નવીન મંદિરમાં બ્રહ્માણી માતાજીની શુભ મુહૂર્તમાં મૂર્તિ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી..ત્રિદિવસીય પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવમાં સમગ્ર લળતુકા પરિવાર સહિત ગામલોકો ખડે પગે સેવા કરતા મહોત્સવને સફળ બનાવ્યો હતો..ભૂદેવોના વૈદિક મંત્રોચ્ચાર સાથે યજ્ઞ સહિતની ધાર્મિક વિધિઓની સાથે શુભ મુહૂર્તમાં મુર્તિ પ્રતિષ્ઠા કરી કાર્યક્રમ રંગે ચંગે સંપન્ન થયો હતો..આ ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સંતો-મહંતો એ હાજરી આપી આશીર્વચન પાઠવ્યા હતા..આ ઉપરાંત રાજકીય-સામાજિક આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકોએ પણ હાજઋ આપી કાર્યક્રમની શોભા વધારી હતી

Download Our B K News Today App



Related News