થરાદ નગરમાં ત્રિદિવસીય શ્રી ધરણીધર ભગવાનનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાઇ દર્શનનો લાભ લીધો હતો..

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-16 11:30:28
  • Views : 177
  • Modified Date : 2022-04-16 11:30:28


થરાદના શેણલનગર સોસાયટી રાજપૂત વાસમાં ધરણીધર ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઇ રહ્યો છે જેમાં આજે શ્રી ધરણીધર ભગવાનની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી આ શોભાયાત્રા  શેણલ માતાજીના  મંદિરેથી શોભાયાત્રાનો પ્રારંભ થયો હતો. બસ સ્ટેશનથી બળિયા હનુમાન મંદિર પાસેથી મુખ્ય બજારથી જુની ગંજ બજારમાંથી કાજી વાસથી જૈન દેરાસરથી વિષ્ણુ ભગવાનના મંદિરથી પ્રત શેણલનગર સોસાયટી રાજપૂત વાસમાં ધરણીધર ભગવાનના મંદિરે પરત ફરી હતી..આ શોભાયાત્રામાં શ્રી ધરણીધર ભગવાનના પ્રાણ પ્રતિષ્ઠાના ચઢાવાના દાતા દ્વારા શ્રી ધરણીધર ભગવાનને રથમાં બેસાડી અને શોભાયાત્રા ફરી હતી તેમાં લક્ષ્મણ ભગત તેમજ રામ-લખન દાસ બાપુ ચારડા ઉપસ્થિત રહ્યા હતા. થરાદના રાજપૂત સમાજના આગેવાનો યુવકો અને રાવણા રાજપૂત સમાજના આગેવાનો યુવકો અને મોટી સંખ્યામાં અન્ય સમાજના લોકો અને મહિલાઓ શોભાયાત્રામાં જોડાયા હતા..આ શોભાયાત્રામાં ડીજેના તાલે ભકતો ઝુમી ઉઠયા હતા. લોકગાયક શ્રધ્ધા વાણીયા દ્વારા ધરણીધર ભગવાનના ગરબા ગાઈને ભક્તોના મન મોહી લીધા હતા તેમજ શોભાયાત્રામાં યુવકો દ્વારા તલવારબાજી કરવામાં આવી હતી..આ શોભાયાત્રાનું સોની સમાજ એસોસિએશનના પ્રમુખ પ્રકાશભાઇ સોની સહિત અન્ય સમાજ દ્વારા ધરણીધર ભગવાનની શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ કાજીવાસમાં મુસ્લિમ બિરાદરો દ્વારા મુસ્લિમ સમાજના પ્રમુખ હાજીભાઇ પઠાણ સહિતના મુસ્લિમ સમાજના અને મેમણ સમાજના આગેવાનો દ્વારા ધરણીધર ભગવાનની શોભા યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું ઠેર-ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતુ થરાદમાં હિંદુ-મુસ્લિમ એકતાનું પ્રતીક જોવા મળ્યું હતું. જેમાં મુસ્લિમ સમાજના પ્રમુખ હાજીભાઈ પઠાણ સહિતના મુસ્લિમ સમાજના આગેવાનો અને મુસ્લિમ સમાજ તરફથી ધરણીધર ભગવાનના મંદિરમાં રૂ .11000. હજાર રૂપિયાનું દાન કરવામાં આવ્યું હતું.

ત્રણ દિવસથી ધરણીધર ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો છે જેમાં શાસ્ત્રી હિતેષભાઇ દ્વારા અને પંડીતો દ્વારા મંત્ર જાપ કરી પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી રહી છે...

Download Our B K News Today App



Related News