ડીસા તાલુકાના વરણ ગામે ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમ યોજાયો હતો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-09 11:25:50
  • Views : 246
  • Modified Date : 2022-05-09 11:25:50


ડીસાના  વરણ ગામે ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ , તેત્રીસ જયોત પાટ તેમજ પંચકૂડી હવનનું   આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પૂર્ણાહુતિના દિવસે મોટી સંખ્યામાં ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી

 

હિન્દુ ધર્મમાં ભક્તિ શક્તિ અને આસ્થાનો એક અનેરૂ મહત્વ રહેલું છે ખાસ કરીને હિંદુ ધર્મના લોકો દેવી-દેવતાઓમાં એક અનેરી આસ્થા રાખતા હોય છે ત્યારે ડીસા તાલુકાના વરણની પાવન ભુમી ધન્યધરા પર સ્વ.કલાભાઈ પુંજાભાઈ પરિવાર  દ્વારા રામદેવપીરના મંદિરે ત્રિ દિવસીય પ્રાણ પ્રતિષ્ઠાતે ,તેત્રીસ જયોત પાટ તેમજ પંચકૂડી હવન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટીસંખ્યામાં ડીસા તાલુકાના રોહિત સમાજના આગેવાનો સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રતિષ્ઠા મહોત્સવના પ્રથમ દિવસે  રામદેવપીર ભગવાનની જયોત લાવી પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.જે બાદ વરણ ગામે રામદેવપીર ભગવાનની ભવ્ય શોભાયાત્રા પણ નીકાળવામાં હતી.જેમાં મોટી સંખ્યામાં  ભકતો ઉમટી પડ્યા હતા.શોભાયાત્રા બાદ  હવન યજ્ઞમાં આહુતિ આપી ભક્તોએ ધન્યતા અનુભવી હતી.  ડીસા તાલુકાના વરણ ગામે રામદેવપીર ભગવાનના   મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના પૂર્ણાહુતિ કાર્યક્રમ માં ડીસા સહિત બનાસકાંઠા જિલ્લામાંથી મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા અને દર્શનનો લાભ લીધો હતો  કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે  સંત જામનાથબાપુ તથા સંત  શીવનાથબાપુ તથા સંત  કાળીદાસ બાપુ તથા નવિન પરમાર પ્રમુખ રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠન બનાસકાંઠા  હાજર રહ્યા હતા ખાસ કરીને પ્રતિષ્ઠા મહોત્સવમાં મુખ્ય મહેમાન તરીકે પધારેલા મહેમાનો એ ભક્તોને અપીલ કરી હતી કે જે પ્રમાણે દિવસેને દિવસે શિક્ષણનું પ્રમાણ વધી રહી છે તેમાં તમામ લોકો જોડાઈ અને બનાસકાંઠા જિલ્લાનું શિક્ષણ આગળ વધારે તે માટેનું કાર્ય કરવું જોઈએ જેથી આવનારા સમયમાં બનાસકાંઠા જિલ્લાનું શિક્ષણ ઉચ્ચ સ્તરે પહોંચી શકે આજે યોજાયેલા આ કાર્યક્રમમાં તમામ લોકોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી

Download Our B K News Today App



Related News