ડીસા તાલુકાના રસાણા ગામે એક ખેતરમાંથી મોડી રાત્રે LCB ની ટીમે જુગારીયાઓ ઝડપી પાડ્યા છે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-08-09 12:13:54
  • Views : 333
  • Modified Date : 2022-08-09 12:13:54


ડીસા તાલુકાના રસાણા ગામે એક ખેતરમાંથી મોડી રાત્રે LCB ની ટીમે જુગારીયાઓ ઝડપી પાડ્યા છે. સાત જુગારીયાઓ અને જુગારના સાહિત્ય સહિત કુલ 37 હજાર નો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

 

ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં શ્રાવણ મહિનાની શરૂઆત થતા ની સાથે જ જુગારીયાઓ જુગાર રમતા નજરે પડે છે ખાસ કરીને ડીસા શહેરના ગ્રામીણ વિસ્તારોમાં દર વર્ષે શ્રાવણ મહિનામાં અનેક વિસ્તારોમાંથી પોલીસ જુગાર રમતા શખ્સોને ઝડપે છે ત્યારે અત્યારે જિલ્લાભરમાં LCB ની ટીમ શ્રાવણીયા જુગરિયાઓ પર તવાઈ બોલાવી રહી છે રોજે રોજ અલગ અલગ વિસ્તારમાંથી જુગાર રમતા શખ્સો ને ઝડપી પાડી જેલમાં ધકેલી રહી છે જે અંતર્ગત ડીસા તાલુકાના રસાણા ગામ પાસે આવેલ એક ખેતરમાં જુગાર રમતા હોવાની માહિતી મળતા જ LCB ની ટીમે દરોડા પાડ્યા હતા અને વિષ્ણુજી ઠાકોરના ખેતરમાં તપાસ કરતા સાત શખ્સો જુગાર રમતા ઝડપાઈ ગયા હતા, જ્યારે એક શખ્સ પોલીસને જોઈ ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો. પોલીસે સાત જુગારીયાઓ તેમજ તેમની પાસેથી જુગારના સાહિત્ય, 4 મોબાઇલ સહિત 37 હજાર નો મુદ્દામાલ કબ્જે કર્યો છે અને તમામ જુગરિયાઓ ને ડીસા તાલુકા પોલીસને સોંપી આગળની કાર્યવાહી હાથ ધરી છે . . .

Download Our B K News Today App



Related News