ડીસા હરીઓમ હાઈસ્કૂલ પાસે કોમન પ્લોટમાં આગ લાગતાં અફડાતફડી મચી ફાયર ફાયટરની ટીમ ઘટનાસ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી..

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-26 10:47:27
  • Views : 312
  • Modified Date : 2022-05-26 10:47:27

 

બનાસકાંઠા જિલ્લામાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં આગ લાગવાની ઘટનાઓ દિનપ્રતિદિન વધી રહી છે ત્યારે ડીસા એસ સી ડબ્લ્યું હાઈસ્કુલની બાજુમા હરી હોમ સ્કૂલ રોડ પર એક કોમન પ્લોટમાં કેમિકલ વેસ્ટેજ  પડ્યો હતો જ્યાં આજે સવારે અચાનક આગ લાગવાની ઘટના બનતાં અફડાતફડી મચી જવા પામી હતી સ્થાનિકો દ્વારા તાત્કાલિક અસરથી નંગરપાલિકાના ફાયર ફાયટરને જાણ કરાતાં ફાયર ફાયટરની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી  પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી આગ વધું સ્વરુપ ધારણ કરે તે પહેલાં ફાયર ફાયટરની ટીમ આગને કાબૂમાં લેતાં મોટી જાનહાનિ થતાં અટકી ગઈ હતી અને સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો ડીસા શહેરમાં ફાયર ફાયટરની ટીમ સુંદર કામગીરી કરી રહી છે

Download Our B K News Today App



Related News