ડીસા તાલુકાના થેરવાડા ગામે 108 એમ્બ્યુલન્સની ટીમ દ્વારા લોક જાગૃતિ અપાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-28 11:44:18
  • Views : 266
  • Modified Date : 2022-07-28 11:44:18

ડીસા તાલુકાના થેરવાડા ગામે 108 એમ્બ્યુલન્સની ટીમ દ્વારા લોક જાગૃતિ અપાઈ

હાલમાં કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર દ્વારા તમામ લોકોને વિવિધ યોજનાઓ થકી સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે ખાસ કરીને વર્ષો પહેલાં જ્યાં અકસ્માત સમયે કે પછી અન્ય આરોગ્ય સુવિધાઓ મેળવવા માટે લોકોએ પ્રાઇવેટ સાધનો મારફતે મોટા ખર્ચાઓ કરી હોસ્પિટલ સુધી પહોંચવું પડતું હતું પરંતુ કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારના સહયોગથી ત્યારથી સમગ્ર દેશમાં 108 એમ્બ્યુલન્સ વાનની સુવિધા શરૂ કરવામાં આવી છે ત્યારથી લોકોને સરળતાથી હોસ્પિટલો સુધી પહોંચવા માટેની સુવિધા મળી રહી છે ખાસ કરીને 108 એમ્બ્યુલન્સ ની ટીમ 24 કલાક કાર્યરત રહી અકસ્માત હોય કે પછી અન્ય આરોગ્યની સુવિધા તમામ ક્ષેત્રે તાત્કાલિક સ્થળ પર પહોંચી સુવિધા પૂરી પાડવામાં આવે છે ત્યારે આજરોજ ડીસા તાલુકાના થેરવાડા ગામ ખાતે ડેરી રોડ ચાર રસ્તા પર 108 વિભાગ ની ટીમ મુલાકાતે આવી હતી અને આ કાર્યક્રમ મા થેરવાડા ગામ ના સૌ ગામલોકો ને 108 ની ટીમ દ્વારા 108 ની કામગીરી અને સરકાર શ્રી નિ વિવિધ યોજનાઓ ની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી તથા ગ્રામજનો ને અકસ્માત , તેમજ ઇમરજન્સી સેવા માટે 108 નો સેવા સાથે સરકાર શ્રી ની વિવિઘ કલ્યાણકારી યોજનાઓનો લાભ લેવા માટે ટીમ દ્વારા ગામલોકો ને વિનંતી કરવામાં આવી હતી આં પ્રસંગે થેરવાડા ગામના સૌ ગામલોકો સહે મળીને આં કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો અને આવનાર સમય માં 108 ની તેમજ સરકાર શ્રીની યોજનાઓ નો લાભ લેવાનો નિર્ધાર વ્યકત કરવામાં આવ્યો હતો આં કાર્યક્રમ પ્રસંગે થેરવાડા ગામના 108 ટીમ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું અને કાર્યક્રમ અંતે સફળ બનાવવામાં આવ્યો હતો.

Download Our B K News Today App



Related News