દાંતીવાડાના પાંથાવાડા ગામે મફતપુરા વિસ્તારમાં એક શિક્ષકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-29 11:31:58
  • Views : 299
  • Modified Date : 2022-06-29 11:31:58

 

 

દાંતીવાડાના પાથાવાડા ખાતે આવેલા મફતપુરા માં એક શિક્ષકે અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી તાત્કાલિક પાથાવાડા પોલીસને જાણ કરાતા પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી મૃતક શિક્ષકની લાશને પીએમ અર્થે પાથાવાડા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી...

 

બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી હત્યા અને આત્મહત્યાના બનાવોમાં સતત ચિંતાજનક વધારો થઈ રહ્યો છે ખાસ કરીને બનાસકાંઠા જિલ્લો વર્ષોથી પછાત જિલ્લો માનવામાં આવે છે જેના કારણે રોજેરોજ અનેક ગુનાહિત ઘટનાઓ સામે આવી રહી છે આજે બનાસકાંઠા જિલ્લામાં મોટાભાગે નજીવી બાબતમાં લોકો હત્યા આત્મહત્યા અપહરણ જેવી ઘટનાઓને અંજામ આપતા નજરે પડી રહ્યા છે ત્યારે સતત વધતી જતી આવી ગુનાહિત ઘટનાઓને લઈ હાલમાં લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં એક શિક્ષકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે દાંતીવાડાના પાંથાવાડા ખાતે આવેલ મફતપુરા વિસ્તારમાં રહેતા રમેશ તરાલ નામના શિક્ષક ધાનેરા તાલુકાના સોડાલ પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા હતા અને આજે પોતાના ઘરે અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઇ જીવન ટૂંકાવતા સમગ્ર પંથકમાં ચકચાર પછી જવા પામી હતી ઘટનાની જાણ થતા આજુબાજુના લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા તાત્કાલિક પાથાવાડા પોલીસને જાણ કરાતા પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી મૃતક શિક્ષકની લાશને પીએમ અર્થે પાથાવાડા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડી પાથાવાડા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

Download Our B K News Today App



Related News