ડીસાના વાઘપુરાના શિક્ષકે માનવતાના દર્શન કરાવ્યા છે.. જેમાં અમદાવાદ ભીનમાલ મુસાફર બસમાં 1.70 લાખનો મુદ્દામાલ ભરેલી બેગ મૂળ માલિકને પરત કર્યો હતો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-09-14 11:29:09
  • Views : 314
  • Modified Date : 2021-09-14 11:29:09

     ડીસાની વાઘપુરા પ્રાથમિક શાળાના શિક્ષકને અમદાવાદ ભીનમાલ એસટી બસમાંથી દાગીના અને રોકડ રકમ સહિત રૂપિયા 1.70 લાખ ભરેલો થેલો મળી આવ્યો હતો. જેથી શિક્ષક દ્વારા ડીસા બસ સ્ટેશનમાં એસટી કર્મચારીઓ સાથે રાખી મૂળ માલિકને થેલો પરત કરી ઈમાનદારીના દર્શન કરાવ્યા હતાં.આજના હળાહળ કળિયુગમાં હજુ પણ માનવતા મરી પરવારી નથી તેમ ડીસા તાલુકાના લોરવાડા (વાઘપુરા) ગામની પ્રાથમિક શાળાના આચાર્ય તરીકે ફરજ બજાવતા ગોવિંદજી સાદુળજી ઠાકોરને અમદાવાદ ભીનમાલ બસમાંથી એક કિંમતી સામાન ભરેલો થેલો બિનવારસી નજરે પડ્યો હતો. આથી શિક્ષક ગોવિંદજી ઠાકોરે પારકું ધન પથ્થર બરાબર ગણી ડીસા ડેપો ખાતે ફરજ પરના ટ્રાફીક કંટ્રોલર ઘાસુરાભાઇ તેમજ આર.કે દેસાઇ પાસે સામાન ભરેલો થેલો જમા કરાવતા અધિકારીઓની હાજરીમાં થેલો ચેક કરતા દાગીના તથા અગત્યના ડોક્યુમેન્ટ અને રોકડ સહિત 1.70 લાખનો મુદ્દામાલ મળી આવ્યો હતો. ડોક્યુમેન્ટના આધારે થેલાના મુળ માલિક સીમાબેન ગંગાધરનો સંપર્ક કરીને તેમની વસ્તુઓ પરત કરી હતી. આમ એક શિક્ષક ની ઇમાનદારી અને એસટી કર્મચારીઓની પ્રશંસનીય કામગીરીની પ્રશંસા થઈ રહી છે.

Download Our B K News Today App



Related News