ધાનેરા CNG પંપ પાસે ચાની કીટલી અને બાઈક તોડી રેતી ભરેલું ડમ્પર દુકાનમાં ઘૂસી ગયું હતું જો કે સદનસીબે જાનહાની ટળી હતી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-19 11:05:55
  • Views : 255
  • Modified Date : 2022-05-19 11:05:55

ધાનેરા CNG પંપ પાસે ચાની કીટલી અને બાઈક તોડી રેતી ભરેલું ડમ્પર દુકાનમાં ઘૂસી ગયું હતું જો કે સદનસીબે જાનહાની ટળી હતી

 

ધાનેરા છેલ્લાં ધણા સમયથી રેતી ખનન માફીયાઓ ખુલ્લેઆમ રેતીની ચોરી કરીને રોયલ્ટી ભર્યા વગર તેમજ નંબર પ્લેટો વિનાજ રાતદિવસ બેફામપણે ધાનેરા શહેરમાંથી રેતી ભરીને પસાર થતાં હોવાથી ગમે ત્યારે અકસ્માત સર્જાવાનો ડર હતો.જે આજે સાચો સાબિત થયો છે.તંત્રની મીઠી રહેમ નજર હેઠળ અને હપ્તાના હડમાલામા ડીસા તરફથી ઓવરલોડ રેતી ભરીને નંબર પ્લેટ વગરનું ડમ્પર અચાનક ધાનેરાના સીએનજી પંપ સામે આવેલી ચાની હોટલ દુકાન તેમજ બાજુમાં પડેલ બાઈક તોડી એક દુકાનમાં ઘૂસી જતાં બાઇક માલિક અને ચાની કીટલી માલિક તેમજ દુકાન માલિકને વ્યાપક નુકસાન વેઠવાનો વારો આવયો છે સમગ્ર બાબતને લઈ સદનસીબે જાનહાની ટળતા લોકો તેમજ તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો સવારે બનેલી આ ઘટનાથી લોકોમાં ભય ફેલાયો હતો તો બીજી તરફ લોકો ઘટના સમયે ઉપસ્થિત ન હોવાના કારણે કોઈ જ જાનહાની સર્જાઈ ન હતી.

 

Download Our B K News Today App



Related News