ભીલડી ખાતે આજે પારેવડા પક્ષીઘર સેવા ગ્રુપ દ્વારા ચકલી ઘર તેમજ પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યુ હતું.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-26 12:12:02
  • Views : 263
  • Modified Date : 2021-05-26 12:12:02

      ભીલડી ખાતે આજે પારેવડા પક્ષીઘર સેવા ગ્રુપ દ્વારા માર્કેટયાર્ડમાં બીરાજમાન હનુમાન મંદિર ખાતે ઉનાળાની અસહ્ય ધોમધખતી ગરમીમાં અબોલ પક્ષીઓને પાણી મળી રહે તેમજ ચોમાસાની ઋતુ દરમિયાન પક્ષીઓ વરસાદી માહોલમાં પક્ષીઓને રહેવાની સગવડ મળે તે ઉદ્દેશથી ચકલી ઘરનું વિતરણ કરવામાં આવ્યું હતું.જેમાં સેવા ગ્રુપ દ્વારા ૫૦૦થી વધુ ચકલી ઘર અને પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં ભીલડીના આગેવાનો સહીત સેવાકીય ગ્રુપના સભ્યો હાજર રહ્યા હતા.

Download Our B K News Today App



Related News