વડોદરામાં સાંકરદા ઔદ્યોગિક વસાહતમાં કેમિકલ ભરેલું ટેન્કર પલટ્યું.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-08-20 14:27:23
  • Views : 127
  • Modified Date : 2023-08-20 14:27:23

 વડોદરાની સાંકરદા ઔદ્યોગિક વસાહતમાં કેમિકલ ભરેલું ટેન્કર પલટી ગયુ હોવાની ઘટના સામે આવી છે. કંપનીમાં કેમિકલ ઠાલવવા માટે જઈ રહેલું ટેન્કર પલટી ગયું. ટેન્કરમાં નાઈટ્રિક એસિડ હોવાથી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ગેસગળતર થતાં સ્થાનિકોને આંખોમાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફ થતી હોવાની ફરિયાદ ઉઠી છે. જો કે સદનસીબે કોઈ જાનહાનિની માહિતી મળી નથી.તો બીજી તરફ વડોદરાના અકોટા દાંડિયા બ્રિજ નજીક રાત્રે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બે વ્યક્તિનાં ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત થયા હતા. જો અકસ્માતની વાત કરીએ તો બાઇક ચાલકે વૃદ્ધાને ટક્કર મારતા આ ઘટના બની હતી. આ ઘટનામાં 65 વર્ષના વૃદ્ધા અને 22 વર્ષીય બાઈકચાલક બંનેનું મોત થયુ હતુ.

Download Our B K News Today App



Related News