ડીસાની મામલતદાર કચેરી ખાતે ધારાસભ્યની અધ્યક્ષતામાં તાલુકા સંકલન બેઠક યોજાઇ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-18 11:45:20
  • Views : 211
  • Modified Date : 2022-05-18 11:45:20

ડીસાની મામલતદાર કચેરી ખાતે ધારાસભ્યની અધ્યક્ષતામાં તાલુકા સંકલન બેઠક યોજાઇ

 

ડીસા મામલતદાર કચેરી ખાતે ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડયા ની અધ્યક્ષતા માં તાલુકા સંકલન બેઠક યોજાઇ હતી.આ બેઠકમાં ડીસા તાલુકાના નાગરિકોના પ્રશ્નોના નિકાલ માટે ખાસ ચર્ચા વિચારણા કરાઇ હતી.

 

રાજ્ય સરકાર દ્વારા તમામ તાલુકાઓમાં ગરીબ અને મધ્યમવર્ગના લોકોને સમયસર આરોગ્ય સુવિધા તેમજ પુરવઠા વિભાગ પર આ અનાજ સમયસર મળી રહે તે માટે દર વર્ષે સરકાર દ્વારા સહાય આપવામાં આવતી હોય છે જે અંતર્ગત ડીસા મામલતદાર કચેરી ખાતે ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડયા ની અધ્યક્ષતા માં તાલુકા સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં ડીસા પુરવઠા મામલતદાર આરોગ્ય વિભાગ અધિકારીઓ તેમજ મામલતદાર કચેરી ખાતે ફરજ બજાવતા અધિકારીઓ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા ધારાસભ્ય શશીકાંત પંડયા ની અધ્યક્ષતામાં યોજાયેલી તાલુકા સંકલન બેઠકમાં ખાસ નાગરિકોને પડી રહેલા વિવિધ પ્રશ્નોના નિકાલ માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી ગત વર્ષે ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં નહિવત વરસાદ ના કારણે આ વર્ષે પાણીની મોટી તંગી સર્જાઇ છે ડીસા તાલુકાના મોટાભાગના ગામોમાં હાલ પાણી વગર સૌથી વધુ ખેડૂતો અને પશુપાલક હાલત કફોડી જોવા મળી રહી છે ત્યારે આ સમસ્યાને પહોંચી વળવા માટે મામલતદાર ખાતે ખાસ સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડીસા તાલુકામાં જે પણ ગામમાં પાણીની વિકટ સમસ્યા સર્જાય છે તે ગામમાં કરવા માટે તાત્કાલિક પાણી પૂરું પાડવા માટે ધારાસભ્ય શશીકાંત પંડયા અપીલ કરી હતી તો બીજી તરફ ખાસ સરકાર દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના પરિવાર ને રાશન પૂરું પાડવા માટે મોટા પ્રમાણમાં અનાજ આપવામાં આવે છે પરંતુ આજે પણ ડીસા મામલતદાર કચેરી ખાતે મોટા ભાગના ગરીબ લોકો રાશન કાર્ડ નિકાળવા માટે રોજે રોજ ધક્કા ખાતા વચ્ચે ત્યારે તાત્કાલિક ગરીબ લોકોને રાશન કાર્ડ કાઢી આપવામાં આવે તેવી સૂચના પણ આપવામાં આવી હતી

Download Our B K News Today App



Related News