એક વાગ્યે મુકેશ અંબાણીના ઘરની બહાર વિસ્ફોટક ભરેલી કાર પાર્ક કરાઈ હતી, પહેલા હાજી અલી જંક્શન પર 10 મીનિટ ઊભી હતી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-26 13:12:16
  • Views : 408
  • Modified Date : 2021-02-26 13:12:16

    એન્ટીલિયાની બહાર ગુરુવારે શંકાસ્પદ કારમાં વિસ્ફોટક મળ્યા પછીથી આશંકા વ્યક્ત કરાઈ રહી છે કે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી નિશાના પર છે.CCTV ફુટેજની તપાસમાં સામે આવ્યું છે કે એન્ટીલિયાની બહાર કાર 24 ફેબ્રુઆરીની રાતે લગભગ એક વાગ્યે પાર્ક કરાઈ હતી. આ પહેલા આ કાર 12.30 વાગ્યે રાતે હાજી અલી જંક્શન પહોંચી હતી અને અહીંયા લગભગ 10 મીનિટ સુધી ઊભી હતી.

    આ ગાડીમાંથી જિલેટિનની 20 સ્ટિક્સ મળી આવી હતી, સાથે જ અમુક અન્ય દસ્તાવેજ પણ મળ્યા હતા, ત્યાર પછી મામલાની તપાસ કરવામાં આવી રહી છે. મહારાષ્ટ્ર સરકારે આ મામલાની તપાસ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચને સોંપી દીધી છે, સાથે જ અત્યારસુધી આ મામલામાં કેસ પણ નોંધી લેવાયો છે. સીસીટીવીથી પુરાવા શોધવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. સાથે જ આ કારમાંથી એક ચિઠ્ઠી મળી આવી છે. જેમાં લખ્યું છે-‘મુકેશ ભાઈ, આ તો ફક્ત ટ્રેલર છે, આખી વ્યવસ્થા થઈ ગઈ છે’પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે વિસ્ફોટક રાખનારે એક મહિના સુધી એન્ટિલિયાની રેકી કરી હતી. આટલું જ નહીં આ લોકોએ ઘણી વખત મુકેશ અંબાણીના કાફલાનો પીછો પણ કર્યો. CCTV ફુટેજમાં કારમાં બેસેલી એક વ્યક્તિ પણ જોવા મળી છે.

    એન્ટિલિયાની બહાર જે શંકાસ્પદ ગાડી મળી છે, તેમા એક ચિઠ્ઠી પણ મળી છે. રિપોર્ટ્સના જણાવ્યા પ્રમાણે, ચિઠ્ઠી કોમ્પ્યુટરથી ટાઈપ કરવામાં આવી છે. જે બેગમાં ચિઠ્ઠી મળી છે, તેની પર મુંબઈ ઈન્ડિયન્સ લખ્યું છે. ચિઠ્ઠીમાં લખ્યું છે કે, મુકેશ ભૈયા અને નીતા ભાભી, આ તો બસ ટ્રેલર હતુ, બધી વ્યવસ્થા થઈ ગઈ છે. પરિવારને ઉડાવાની વ્યવસ્થા કરી દેવાઈ છે. સંભાળીને રહેજો. ગુડનાઈટ. જો કે આ ચિઠ્ઠી અંગે પોલીસે હાલ સત્તાવાર રીતે કંઈ પણ જણાવ્યું નથી.

    પોલીસે આ મામલાની તપાસ માટે 10 ટીમ બનાવી છે. ATS અને મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની આ ટીમોને અલગ અલગ ટાસ્ક આપવામાં આવ્યો છે. તપાસ દરમિયાન કારમાંથી 20 નંબર પ્લેટ મળી આવી છે. ઘણા એવા નંબર છે, જે મુકેશ અંબાણીના સ્ટાફ દ્વારા ઉપયોગમાં લેવાતી ગાડીઓ સાથે મેચ થાય છે. પોલીસના જણાવ્યા પ્રમાણે, નંબર પ્લેટથી અંદાજો લગાવી શકાય છે કે મુકેશ અંબાણીના કાફલાનો પીછો કરવામાં આવ્યો હશે, નહીં તો કારનો નંબર મેચ કરવો સરળ નથી.


    મુકેશના ઘર એન્ટીલિયાથી લગભગ 200 મીટર એક શંકાસ્પદ SUVમાંથી ગુરુવાર સાંજે જિલેટિનની 20 સ્ટિક્સ મળી હતી. તપાસ દરમિયાન કારનો નંબર પણ ખોટો મળ્યો. પોલીસના જણાવ્યા પ્રમાણે, એન્ટીલિયામાં બુધવારની રાતે લગભગ 1 વાગ્યે SUV ઊભી કરવામાં આવી હતી.અહીં 2 ગાડીઓ જોવા મળી હતી જેમાં એક ઈનોવા પણ સામેલ છે. આ ગાડીનો ડ્રાઈવર SUVને અહીં પાર્ક કરીને જતો રહ્યો હતો. પોલીસ હવે આ ઈનોવા અને તેના ડ્રાઈવરની શોધ કરી રહી છે.

    મળતી માહિતી પ્રમાણે, મુકેશ અંબાણીના એન્ટિલિયા ઘરની બહાર મળી આવેલી એક શંકાસ્પદ ગાડીના મામલામાં મુંબઈ ગામદેવી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધી લેવાયો છે. આ મામલામાં 286, 465, 473, 506(2),120(B) IPC and u/s 4 of Explosive Substances Act 1908 હેઠળ કેસ નોંધી લેવાયો છે. કાર મળવાના મામલાની તપાસ ક્રાઈમ બ્રાન્ચ સાથે સાથે એન્ટી ટેરરિઝ્મ સ્ક્વોડ પણ કરી રહી છે. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આસપાસના સીસીટીવીની તપાસ કરવામાં આવી રહી છે, જેથી ગાડી ક્યાંથી ક્યાં આવી અને કેવી રીતે ઊભી કરવામાં આવી એની માહિતી મળી શકે. જિલેટિન મળવાનો મામલો ગંભીર છે, આ જ કારણે આતંકી એન્ગલની પણ શોધ કરવામાં આવી રહી છે.

    પોલીસના જણાવ્યા પ્રમાણે, એન્ટિલિયાની બહાર જે ગાડી મળી એ સ્કોર્પિયો કાર હતી. આ ગાડીને મોડી રાતે લગભગ એક વાગ્યે ઊભી કરાઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે, જેમાં 20 જિલેટિનની સ્ટિક્સ હતી. આ ગાડીની અંદર એક લેટર પણ મળ્યો હતો, જેની તપાસ કરવામાં આવી રહી છે. ગાડીનો જે રજિસ્ટ્રેશન નંબર છે એ મુકેશ અંબાણીના સુરક્ષાકાફલામાં એક વાહન સાથે મેચ થાય છે. એવામાં ક્રાઈમ બ્રાન્ચ આ એન્ગલથી પણ તપાસ કરી રહી છે. વેહિકલને સીલ કરી દેવાયું છે.

    ગુરુવારે એન્ટિલિયાની બહાર જ્યારે આ કાર મળવાની માહિતી મળી, તો ત્યાં સુરક્ષા વધારી દેવાઈ છે. એન્ટિલિયાની બહાર ડોગ-સ્ક્વોડ, બોમ્બ-સ્ક્વોડ હાજર રહી હતી. આ ઉપરાંત શુક્રવારે પણ એન્ટિલિયાની બહાર કડક સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવી છે, અહીં આસપાસથી નીકળતાં વાહનો પર પણ નજર રાખવામાં આવી રહી છે.

Download Our B K News Today App



Related News