ચૂંટણી પહેલા કોંગ્રેસ ધારાસભ્યનું સૂચક નિવેદન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-10-09 18:46:34
  • Views : 618
  • Modified Date : 2022-10-09 18:46:34

    ચૂંટણી પહેલા કોંગ્રેસના ધારાસભ્ય શિવા ભુરીયાએ નિવેદન આપી જણાવ્યું હતું કે EVM ખોટા નથી પરંતુ કેટલાક લોકો ચૂંટણી સમયે ફુટી જતાં હોવાથી ભાજપ જીતી જાય છે.ગુજરાત વિધાનસભા ચૂંટણીની જાહેરાતની ઘડીઑ ગણાઈ રહી છે. જેને લઇને તમામ પક્ષોના નેતાઑ-કાર્યકરો મતદારોને રિઝવવા અને પોતાની વાતને લોકઑ સુધી પહોંચાડવામાં લાગી ગયા છે. તેવામાં ચૂંટણી પહેલા એક જાહેરસભા દરમિયાન બનાસકાંઠાના દિયોદરના ધારાસભ્ય શિવા ભુરીયાનુ નિવેદન સામે આવ્યું છે. વિધાનસભાની ચૂંટણીને લઇ તેમણે સૂચક નિવેદન આપતા ચર્ચા જાગી છે.દિયોદરના કોંગ્રેસના ધારાસભ્ય શિવા ભુરીયાએ જણાવ્યું હતું કે,  આગામી ચૂંટણીમાં ભાજપની માત્ર 50 બેઠકો જ આવશે.  એટલું જ નહિ ભાજપે ખોટા વાયદા કરી અને લોકને ભોળવી સત્તા મેળવી લીધી હોવાનો પણ શિવા ભુરીયાએ આક્ષેપ કર્યો હતો. બીજી તરફ કોંગ્રેસના જ નેતાઑ EVM માં સેટિંગ થતાં હોવાના આરોપો લગાવે છે. ત્યારે આ મામલે શિવા ભુરીયાએ ઉમેર્યું હતું કે EVM ખોટા નથી હોતા પણ ચૂંટણી ટાણે કેટલાક લોકો ફુટી જાય છે અને કમળના નિશાન પર વોટ આપતા હોવાથી ભાજપ જીતે છે. તેમ જણાવ્યું હતું.કોંગી ધારાસભ્ય શિવા ભુરીયાએ હુંકાર કરતા જણાવ્યું હતું કે આગામી ચૂંટણીમાં માત્ર દિયોદર સીટ પર  જ કોંગ્રેસને નથી જિતાડવાની પણ સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં કોંગ્રેસનો જબરદસ્ત વિજય કરાવવાનો છે જે નેમ સાથે તમામ લોકો કામે લાગી જાય! ઉલ્લેખનિય છે કે EVM ખોટા ન હોવા અંગે કોંગ્રેસી ધારાસભ્ય શિવા ભુરીયાએ લગભગ ચાર માસ પહેલા પણ નિવેદન આપ્યું હતું. જેને લઇને પણ તે ચર્ચામાં આવ્યા હતા

 

 

Download Our B K News Today App



Related News