નવસારીમાં શાળા રિસેસ દરમિયાન વિદ્યાર્થિનીને આવ્યો હાર્ટએટેક.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-06-26 18:41:47
  • Views : 118
  • Modified Date : 2023-06-26 18:41:47

એક બાજુ હાલની સ્થિતિએ યુવાનોમાં હાર્ટએટેકના કિસ્સાઓ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. કોરોના બાદ વધતા હાર્ટએટેકના કેસને લઈને તબીબ આલમ પણ મુંજવણમાં મુકાયું છે. આવી સ્થિતિ વચ્ચે નવસારીના પરતાપોર ગામની શાળામાં વિદ્યાર્થિનીનું મોત નીપજ્યું હતું. ધોરણ 12માં અભ્યાસ કરતા તનીષા ગાંધી નામના વિદ્યાર્થિનીનું મોત નીપજ્યું હતું. જે મામલે તપાસ હાથ ધરતા તેણીનું હાર્ટએટેકને પગલે મોત થયું હોવાનું બહાર આવતા અરેરાટી મચી જવા પામી છે.યુવાનોમાં વધતા જતા હાર્ટએટેકના જોખમ વચ્ચે નવસારીના પરતાપોર ગામે આવેલી એ.બી. શાળામાં ધોરણ 12 ની વિદ્યાર્થિની તનીષા ગાંધી બ્રેક દરમિયાન બેહોશ હાલતમાં મળી આવી હતી. આ વેળાએ શાળાના સંચાલકોને જાણ કરાતા તાબડતોબ તનીષા ગાંધીને સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જોકે સારવાર મળે તે પહેલા જ વિદ્યાર્થીનિને રસ્તામાં કાળ આંબી જતા તેમનું મોત નીપજ્યું હતું.સારવાર કારગત ન નિવડતા વિદ્યાર્થીનું મોત નીપજ્યું હોવાનું ફરજ પરના તબીબે તપાસી જાહેર કર્યું હતું. પ્રથમ દ્રષ્ટિએ વિદ્યાર્થીનું ખેંચ આવવાને કારણે મોત થયું હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી હતી. કારણ કે અન્ય એક વિદ્યાર્થીને પણ ખેંચ આવી હતી. જોકે તેને સારવાર બાદ તેની તબિયત સ્થિર થઈ ગઈ હતી.  ત્યારબાદ પોલીસે દ્વારા તનીષા ગાંધીના મૃતદેહનો કબજો સાંભળી પીએમ માટે કવાયત હાથ ધરવામાં આવી હતી. જ્યા પીએમ રિપોર્ટમાં તનીષા ગાંધીનું હાર્ટએટેકથી મોત નીપજ્યું હોવાનું બહાર આવ્યું હતું. આથી શાળા પરિવારે મોત મામલે દિલસોજી વ્યક્ત કરી હતી. બીજી બાજુ વિદ્યાર્થીનીના મોતને પગલે પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

Download Our B K News Today App



Related News