ફિલિપાઇન્સમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી મિત્રનું પાર્સલ લેવા અમદાવાદમાં આવતા લૂંટાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-03-10 15:25:17
  • Views : 107
  • Modified Date : 2024-03-10 15:25:17

અમદાવાદના વાડજ વિસ્તારમાં પાર્સલ લેવા આવેલા વિદ્યાર્થીને ચાર લૂંટારાઓએ લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા. લૂંટના પગલે વાડજ પોલીસે ફરિયાદને આધારે ચાર આરોપીઓની ધરપકડ કરી. આ લૂંટ કેસમા ફિલિપાઇન્સના વિદ્યાર્થીના મિત્ર કે તેના ભાઈની સંડોવણી સામે પણ શંકાઓ સેવાઈ રહી છે.બે દિવસ પહેલા એક લૂંટની ઘટના સામે આવી હતી. એક વિદ્યાર્થી પાસેથી તેમની વસ્તુઓ, પાસપોર્ટ, રોકડા રૂપિયા લૂંટી લેવાની ફરિયાદ વાડજ પોલીસ મથકમાં નોંધાઈ હતી. જો કે પોલીસે તાત્કાલિક લૂંટ ચલાવનાર આરોપીઓની ધરપકડ કરી છે. ફરિયાદને આધારે વાડજ પોલીસે લૂંટ કરનારા ભાવીન ચક્રવતી, ચિરાગ ઉર્ફે જાડુ ચૌહાણ, વિકાસ ઉર્ફે વિકી મકવાણા અને વિશાલ ઉર્પે વિસુ વાઘેલાની ધરપકડ કરી છે.સમગ્ર ઘટના પર નજર કરીએ તો ફિલીપાઈન્સમાં ડોક્ટરી અભ્યાસ કરતો અને મૂળ રાજસ્થાનનો મુલચંદ નામનો વિદ્યાર્થી ગત મહિને ભારત આવ્યો હતો. મૂળ રાજસ્થાનનો આ યુવક પાસે તેના ફિલિપાઈન્સનાં મિત્ર ઈરફાને એક પાર્સલ મંગાવ્યું હતું. આ પાર્સલ મિત્ર ઇરફાનના ભાઈ નવાબ પાસેથી લેવાનું હતું. જેથી નવાબે મૂળચંદ ને અમદાવાદના વાડજમાં આવેલી ફોર્ચ્યુન હોટલ પાસે પાર્સલ લેવા બોલાવ્યો હતો.જેથી મૂળચંદ રાજસ્થાન થી પાર્સલ લેવા વાડજ પહોંચ્યો હતો. જ્યાં ચાર લોકો તેને એક ઓફિસમાં લઈ ગયા હતા અને ત્યાં તેને માર મારી તેની પાસે રહેલા એટીએમ કાર્ડ, પાસપોર્ટ, રૂપિયા અને મોબાઈલ સહિતની વસ્તુઓ લૂંટી લીધી હતી. જે બાદ મુલચંદે ત્યાંથી નીકળી સમગ્ર ઘટના અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. મૂળચંદ ની ફરિયાદને આધારે વાડજ પોલીસે ગણતરીની કલાકોમાં ચારેય આરોપીઓની ધરપકડ કરી લીધી છે.પોલીસ તપાસ દરમિયાન સામે આવ્યું છે કે પકડાયેલા ચારેય આરોપીઓ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. મુખ્ય આરોપી ભાવીન ચક્રવતી વિરૂધ્ધ સાયબર ક્રાઈમ અને ટ્રાફિકમાં ગુના નોંધાયા છે. વિશાલ ઉર્ફે વિસુ વાઘેલા વિરૂધ્ધ વાડજ અને સોલામા મારામારી અને પ્રોહિબીશનના ગુના નોંધાયા છે અને તે એક વખત પાસા હેઠળ સજા પણ ભોગવી ચુક્યો છે. ચિરાગ ચૌહાણ સામે 2 ગુના અને વિકાસ મકવાણા સાને એક ગુનો નોંધાયો છે. ગુનાહિત ઈતિહાસ ધરાવતા આ આરોપીઓની ધરપકડ કરીને વાડજ પોલીસે લૂંટનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે.સમગ્ર કેસમાં હવે પોલીસ ફિલિપાઇન્સ રહેલા ઈરફાન તેમજ તેના ભાઈ નવાબની ભૂમિકા અંગે પણ તપાસ કરી રહ્યા છે. લૂંટ કેસમાં આ ચારેય આરોપીઓ નવાબ કે ઈરફાન નાં કહેવાથી લૂંટ કરી છે કે પછી બંને ભાઈઓ માંથી કોઈ એક નાં કહેવાથી લૂંટ થઈ છે કે આ ચારેય આરોપીઓએ બંને ભાઈઓની જાણ બહાર લૂંટને અંજામ આપ્યો છે આ મુદ્દાઓ પર પણ પોલીસ તપાસ કરી રહી છે. ઉપરાંત મૂળચંદ ખરેખર રાજસ્થાનથી અમદાવાદ રૂબરૂ આવ્યો તેના પાછળ અન્ય કોઈ કારણ જવાબદાર છે કે કેમ આવા તમામ મુદ્દાઓને લઇને વાડજ પોલીસ તપાસ કરી રહી છે.

Download Our B K News Today App



Related News