ઉધના સિટીઝન કોલેજમાં બીસીએના ચોથા સેમેસ્ટરમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ પથારીમાં સૂતા સૂતા રાઇટ વિના પરીક્ષા આપી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-03-29 11:38:14
  • Views : 70
  • Modified Date : 2024-03-29 11:38:14

સુરત : વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની બીસીએની પરીક્ષા ચાલી રહી છે. ઉધના સિટીઝન કોલેજમાં બીસીએના ચોથા સેમેસ્ટરમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી આર્યન વઘાસીયાએ પથારીમાં સૂતા સૂતા રાઇટ વિના પરીક્ષા આપી છે.આર્યનનો ગત 19 ફેબ્રુઆરીએ કાપોદ્રા બ્રિજ પર અકસ્માત થયો હતો. ટ્રકે આર્યનની બાઇકને ટક્કર મારતા તે બાઇકથી ઉછળીને નીચે પટકાયો હતો. યુવાનને અકસ્માતના કારણે કમર અને થાપા સહિતના શરીરના ત્રણ ભાગ પર ફ્રેક્ચર થયા છે. આ સ્થિતિથી આર્યન બેંચ પર બેસી પરીક્ષા આપી શકે તેમ નથી.આ વાતની જાણ કોલેજના પ્રિન્સિપાલ ડો. મેહુલ દેસાઇને થતા તેઓએ યુનિવર્સિટીના કુલપતિ ડો. કે. એન. ચાવડા, કુલસચિવ ડો. આર. સી. ગઢવી અને પ રીક્ષા નિયામક અરવિંદ ધડૂક સાથે બેઠક કરી હતી.  આર્યન માટે કોલેજમાં બેડવાળો સ્પેશિયલ ક્લાસ ફળવવાની મંજૂ રી મેળવી હતી તેમજ જરૂર જણાય તો રાઇટ પણ પૂરી પાડવાની મંજૂરી મેળવી હતી. જોકે, આર્યને રાઇટર લેવાની ના પાડી હતી.આર્યને જણાવ્યું હતું કે હું ચોથા સેમેસ્ટરમાં છું જો પરીક્ષા છોડી દે તો પાંચમાં સેમેસ્ટરમાં એડમિશન મળશે નહીં. આ કારણે છ મહિનાનો સમય બગડવાનો ભય હતો. આ સાથે  બે માર્કશીટ બનવાથી ભાવિષ્યમાં જોબ ઇન્ટરવ્યૂ સમયે ઇમ્પ્રેશન ડાઉન થવાની યુવાનને ચિંતા હતી. આખરે તેણે રાઇટર વગર સુતા સુતા પરીક્ષા આપવાની તૈયારીઓ બતાવી હતી.

 

Download Our B K News Today App



Related News