થરા ખાતે વિધાર્થી સન્માન સમારોહ યોજાયો હતો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-10-06 14:10:13
  • Views : 276
  • Modified Date : 2022-10-06 14:10:13

    કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરા માર્કેટયાર્ડ ખાતે વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો હતો. દિયોદર ખાતે પ્રજાપતિ છગનભાઈ માધાભાઈના અધ્યક્ષ સ્થાને યોજાનાર કાર્યક્રમની આમંત્રણ પત્રિકા વિતરણ અંગે મિટિંગ યોજાઈ હતી.કાંકરેજી હિંદવાણી પ્રજાપતિ સમાજમાં આવતા છત્રીસ ગામોના પરિવારમાં કંકોત્રી વિતરણની વ્યવસ્થા કરવામાં આવી હતી.આ પ્રસંગે કાર્યક્રમના મુખ્ય સંયોજક દશરથભાઈ પ્રજાપતિ નાથપુરા, જયંતીભાઈ પ્રજાપતિ ફોરણા, ડૉ.શૈલેષભાઈ પ્રજાપતિ ઈસરવા, પ્રહલાદભાઈ પ્રજાપતિ મોટાજામપુર, પ્રહલાદભાઈ પી. પ્રજાપતિ કાકાર, પ્રકાશભાઈ પ્રજાપતિ કસલપુરા, શ્રી કાંકરેજી હિંદવાણી પ્રજાપતિ યુવક મંડળના પૂર્વમંત્રી અણદાભાઈ એસ. પ્રજાપતિ, માર્કેટયાર્ડ વહેપારી એસો.ના મંત્રી રાજુભાઈ એસ.પ્રજાપતિ, થરા નગરપાલિકા કોર્પોરેટર રસિકભાઈ પ્રજાપતિ, રમેશભાઈ સી.પ્રજાપતિવહેપારી અગ્રણી તથા સમાજસેવક ગોરધનભાઈ એન.પ્રજાપતિ દિયોદર, વિરાભાઈ પ્રજાપતિ ઝાલમોર, જાેઈતાભાઈ પ્રજાપતિ, જયેશભાઈ પ્રજાપતિ નાથપુરા, પત્રકાર પુનભાઈ પ્રજાપતિ સહિત અનેક  કાર્યકરો હાજર રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન શિક્ષક દશરથભાઈ પ્રજપતિએ કરેલ જ્યારે આભાર વિધિ પ્રકાશભાઈ પ્રજાપતિએ કર્યું હતું.

Download Our B K News Today App



Related News