ડીસા પાસે આવેલ બનાસ નદીમાં ગણેશ વિસર્જન માટે ગયેલા એક વિદ્યાર્થીનું ડૂબી જતાં મોત નીપજ્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-09-08 12:50:51
  • Views : 339
  • Modified Date : 2022-09-08 12:50:51

ડીસા પાસે આવેલ બનાસ નદીમાં ગણેશ વિસર્જન માટે ગયેલા એક વિદ્યાર્થીનું ડૂબી જતાં મોત નીપજ્યું હતું. 24 કલાક બાદ આજે આ વિદ્યાર્થીની લાશ મળી આવતા ડીસા તાલુકા પોલીસે લાશ ને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી..અમીગઢ તાલુકાના વગદડી ગામનો બકા સોમાભાઈ ખરાડી નામનો 13 વર્ષીય કિશોર ડીસામાં ખાનગી હોસ્ટેલમાં રહી એસસીડબ્લ્યુ હાઇસ્કુલ ખાતે નવમા ધોરણમાં અભ્યાસ કરતો હતો. આ વિદ્યાર્થી તેના મિત્રો સાથે ગણેશ વિસર્જન માટે ડીસા પાસે આવેલ બનાસ નદીમાં ગયો હતો જ્યાં નાહવા પડતા વિદ્યાર્થી ડૂબવા લાગ્યો હતો બનાવને પગલે તેની સાથે ગયેલા મીત્રોએ તેને બચાવવાનો પ્રયાસ કર્યો પરંતુ પાણીના વમણ માં ફસાઈ જતા તે ડૂબી ગયો હતો. ઘટનાને પગલે સ્થાનિક તંત્ર એ તેની શોધખોળ હાથ ધરી હતી તે દરમિયાન આજે નદીમાં તરતી હાલતમાં બકા ખરાડી ની લાશ મળી આવી હતી ઘટનાને પગલે ડીસા તાલુકા પોલીસ બનાસ નદીએ પહોંચી હતી અને લાશ ને પીએમ અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

Download Our B K News Today App



Related News