સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ ના નવા ગ્રાઉન્ડ પર સરદાર પટેલ શાળાના શિક્ષકો અને ડીસા દક્ષિણ પોલીસ સ્ટાફ વચ્ચે તણાવમુક્ત ક્રિકેટ મેચ યોજાઇ હતી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-03-27 10:48:22
  • Views : 212
  • Modified Date : 2022-03-27 10:48:22

સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ ના નવા ગ્રાઉન્ડ પર સરદાર પટેલ શાળાના શિક્ષકો અને ડીસા દક્ષિણ પોલીસ સ્ટાફ વચ્ચે તણાવમુક્ત ક્રિકેટ મેચ યોજાઇ હતી.

 

ડીસા ખાતે સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ ના નવા ગ્રાઉન્ડમાં સરદાર પટેલ શાળાના માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક ના સ્ટાફ મિત્રો અને ડીસા પોલીસ સ્ટેશન ના કર્મચારીઓ મિત્રો ની તણાવ મુક્ત એક દિવસીય ફ્રેન્ડલી ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં ડીસા દક્ષિણ પોલીસ મથકના પી.આઈ વાય એમ મિશ્રા અને સર્વે પોલીસ મિત્રો અને શાળા પરિવાર દ્વારા સારી રીતે ખેલદિલી પૂર્વક રમત રમ્યા હતા જેમાં ડીસા પોલીસ ઇલેવન ના મિત્રો એ આ રમત જીતી હતી. રમત ના અંતે શાળા ના આચાર્ય શ્રી નાનજીભાઈ ખરસાણ દ્વારા અને શાળા ટ્રસ્ટી વતી દલપતભાઈ જોષીના વરદ હસ્તે મેચ વિનર ટીમ ને ટ્રોફી એનાયત કરવા માં આવેલ હતી. આ મેચમાં મેન ઓફ ધ મેચ દક્ષિણ પોલીસ મથકના પી આઈ વાય એમ મિશ્રા સાહેબ અને બેસ્ટ બોલર કૌશિકભાઈ ને પણ ટ્રોફી આપીને બિરદાવવામાં આવ્યા હતા.આ એક દિવસીય કિકેટ મેચ નું આયોજન સરદાર પટેલ શાળા પરિવારના  રાહુલભાઇ અને તેમની ટીમ દ્વારા ખૂબ જ સુંદર રીતે કરાવામાં આવેલ હતું.

Download Our B K News Today App



Related News