સુરતમાં વાવાઝોડાના કારણે સ્ટ્રીટ લાઇટનો થાંભલો બાઈક સવાર દંપતી પર પડ્યો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-06-13 16:12:02
  • Views : 97
  • Modified Date : 2023-06-13 16:12:02

બિપોરજોય વાવાઝોડાના કારણે શહેરમાં ભારે પવન ફુકાઈ રહ્યો છે. શહેરમાં પવનની ગતિ 50 કિલોમીટરથી વધારે છે. જેના કારણે વૃક્ષો ધરાશાયી થવા સહિતના બનાવો બની રહ્યા છે. ત્યારે કોઝવે નજીક સ્ટ્રીટ લાઇટનો થાંભલો તૂટી પડ્યો હતો. થાંભલો બાઈક સવાર દંપતી પર પડતા મહિલાને ઈજા થઈ હતી. જેથી તેણીને સારવાર માટે 108 એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.હિલા પોતાના પતિ સાથે બાઈક પર બેસીને જઈ રહી હતી. તે સમય દરમિયાન વાવાઝોડાની અસરના કારણે ભારે પવન ફૂંકાતા સ્ટ્રીટ લાઈટનો થાંભલો પડ્યો હતો. જેથી બાઇકની પાછળ બેઠેલી મહિલાની માથાના ભાગે ઈજા થઈ છે. જેથી મહિલાને ઈજા પહોંચી હતી. મહિલાને ઈજા પહોંચતા તાત્કાલિક ધોરણે સ્થાનિકો દ્વારા 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.સ્ટ્રીટ લાઈટનો થાંભલો બાઈક સવાર દંપતી પર પડ્યો હતો. જેમાં મહિલાને ઈજા પહોંચતા તાત્કાલિક 108ને જાણ કરવામાં આવી હતી. આ સાથે જ વીજ પ્રવાહ પણ બંધ કરી દેવામાં આવ્યો હતો. ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચીને થાંભલો હટાવવાની કામગીરી કરીને રસ્તો ક્લિયર કર્યો હતો.આશરે 100 વર્ષ જુનૂ રેલવે સ્ટેશનને તોડી પાડવામાં આવ્યુ છે. તંત્ર દ્વારા સાવચેતીના ભાગ રૂપે બુલડોઝર ફેરવી આ જર્જરીત હાલતમાં રહેલા જુના રેલવે સ્ટેશનને તોડી પાડવામાં આવ્યુ છે.જામનગરમાં વાવાઝોડાને લઈને જિલ્લા તંત્ર એક્શન મોડમાં છે. JMCના કમિશનરે વાવાઝોડાને લઈને પ્રતિકિયા આપી છે. જામનગર શહેરમાં વાવાઝોડાની અસર થવાની શક્યતા છે. તારીખ 14 અને 15 જૂનના રોજ શહેરમાં 80 વધુ KMPSની ઝડપે પવન ફૂંકાશે.પોરબંદરમાં દરિયા કાંઠે આવેલી ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિરની દિવાલ ધરાશયીપોરબંદરમાં દરિયા કાંઠે આવેલી ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિરની દિવાલ ધરાશયી થઇ છે. દરિયાના મોજા ઉછળીને દિવાલ સાથે અથડાતા દિવાલને નુકસાન થયુ છે. તો બીજી તરફ દ્વારકામાં ભારે પવનના કારણે શેડ ઉડ્યો છે. વોક વે પાસે બનાવેલા શેડને નુકસાન થયુ હોવાનું સામે આવ્યુ છે.

Download Our B K News Today App



Related News