પંચેશ્વર ટાવર પાસે રખડતા ઢોરે સ્કૂટર ચાલકને લીધો અડફેટે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-12-02 15:11:04
  • Views : 99
  • Modified Date : 2023-12-02 15:11:04

રાજ્યમાં અવારનવાર રખડતા ઢોરનો ત્રાસ વધતો જોવા મળે છે. તો આવી જ એક ઘટના જામનગર જિલ્લામાં બની છે. જામનગરમા રખડતા ઢોરનો ત્રાસ યથાવત રહેતા લોકોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો છે. તો જામનગરના પંચેશ્વર ટાવર પાસે રખડતા ઢોરે સ્કૂટર ચાલકને અચાનક અડફટે લીધો હતો. અચાનક ઢોર સામે આવી જતા યુવકને સ્કૂટર સાથે ફંગોળાયો હતો.સદનસીબે યુવકને સામાન્ય ઈજા થતા તેનો બચાવ થયો હતો. સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ હતી. લાખો રુપિયાનો ખર્ચ કર્યા બાદ પણ ઢોરની સમસ્યા યથાવત રહેતા લોકોમાં રોષનો માહોલ જોવા મળ્યો છે.તો બીજી તરફ આ અગાઉ જામનગરના રખડતા ઢોરે વધુ એક વ્યક્તિનો જીવ લીધો હોવાનું સામે આવ્યુ છે. તો ઢોરની અડફેટે આવેલા વૃદ્ધનું સારવાર દરમિયાન મોત થતા ચકચારી મચી હતી.

Download Our B K News Today App



Related News