ભરુચમાં રખડતા ઢોરે રાહદારી પર કર્યો હુમલો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-08-19 14:57:24
  • Views : 96
  • Modified Date : 2023-08-19 14:57:24

રાજ્યમાં એક પણ રસ્તો જાણે હવે સુરક્ષિત નથી. ગમે ત્યારે રસ્તે રખડતી મુસીબત આવીને હુમલો કરી શકે છે અને આવી જ ઘટના સામે આવી છે. ભરૂચના અંકલેશ્વરમાં ફરી રખડતા ઢોરે રાહદારી પર હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. મહાવીર ટર્નિંગ પાસે રખડતા ઢોરે રાહદારીને અડફેટે લીધો હતો. રખડતા ઢોરે શિંગડાથી રાહદારીને રોડ ઉપર ફંગોળ્યો હતો. જેથી આસપાસના લોકોએ રાહદારીને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે રાહદારીને કમરના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી.આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે. ત્યારે ઘટના બાદ રખડતા ઢોર સામે કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિકોએ માગ કરી છે. ઢોરના હુમલાની ઘટના અંગે પાલિકાના નઘરોળ તંત્ર સામે અહીં અનેક સવાલ ઉભા થાય છે. હાઈકોર્ટનો આદેશ છતાં રખડતા ઢોર સામે કાર્યવાહી કયારે થશે અને આવી ઘટનાઓ માટે જવાબદાર કોણ હશે તેના સવાલ ઊભા થઇ રહ્યા છે.

 

Download Our B K News Today App



Related News