લંપી વાયરસને કારણે પશુઓ માં મોતની સંખ્યામાં સતત વધારો

  • Published By :
  • Published Date : 2022-09-09 18:12:12
  • Views : 265
  • Modified Date : 2022-09-09 18:12:12

છેલ્લા એક મહિનાથી લંપી વાયરસના કારણે બનાસકાંઠા જિલ્લાના પશુપાલકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે લંપી વાયરસ ના કારણે પશુઓના મોતની સંખ્યામાં હજુ પણ ઘટાડો થયો નથી. બનાસકાંઠા જિલ્લા પશુપાલન અને બનાસ ડેરી ની ટીમો સતત પ્રયત્નશીલ હોવા છતાં પણ લંપી વાયરસ ની અસર ઓછી થતી નથી જેમાં છેલ્લા એક અઠવાડિયાથી જિલ્લામાં સૌથી વધુ ડીસા તાલુકામાં લંપી વાયરસ ની અસર જોવા મળી રહી છે અને અત્યાર સુધી ડીસા તાલુકામાં પશુઓના મોતનો આંકડો સરકારી આંકડામાં 100 અને પાર પહોંચ્યો છે. જ્યારે જિલ્લામાં પશુઓના કુલ મોત નો આંકડો 744 જેટલો છે જેને લઇ પશુપાલકો સતત ચિંતિત છે. અને હવે તો રખડતા પશુઓમાં પણ લંપી વાયરસની સૌથી વધુ અસર જોવા મળતા જીવદયા પ્રેમીઓ પણ ચિંતાતુર બન્યા છે અને જલ્દી લંપી વાયરસની અસર ઓછી થાય તે માટે આયુર્વેદિક ઉપાય અને દવા ની સાથે સાથે ભગવાન ને પ્રાર્થના પણ કરી રહ્યા છે

Download Our B K News Today App



Related News