સણીયાલીપુરા પ્રાથમિક શાળામાં રમત કાર્યક્રમ યોજાયો હતો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-03-07 11:37:24
  • Views : 218
  • Modified Date : 2022-03-07 11:37:24

સણીયાલીપુરા પ્રાથમિક શાળામાં રમત કાર્યક્રમ યોજાયો હતો.

 

સણીયાલીપુરા પ્રાથમિક શાળામાં વિવિધ રમત સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ 1 થી 8 ના બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ રમતોનું આયોજન કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય કોરોના ની અસર હળવી થતા શાળાઓમાં શિક્ષણકાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે. કોરોનાની મહામારી દરમિયાન બાળકો રમત ગમત જેવી સ્પર્ધાઓ થી દૂર રહ્યા હતા. જેથી ફરી બાળકોમાં રમત ગમત પ્રત્યે ઉત્સાહ જાગે અને ગુજરાત સરકાર દ્વારા રમાડવામાં આવતી ખેલ મહાકુંભની સ્પર્ધાઓમાં પ્રતિનિધિત્વ કરી ગામ, તાલુકો, જીલ્લો અને રાજ્યનું નામ રોશન કરે એ ઉદ્દેશ્ય સિધ્ધ કરવા તથા બાળકોને રમત પ્રત્યે જાગૃત કરવા માટે આજે શ્રી સણીયાલીપુરા પ્રાથમિક શાળામાં રમત ગમત નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. રમત કાર્યક્રમ દરમિયાન લીંબુ ચમચી,લોટ ફૂંકણ,દોડ જેવી વિવિધ રમતો રમાડવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ધ્રોબા  સેન્ટરમાંથી વિજયભાઈ પરમાર સી.આર.સી  સાહેબ,  શાળાના ઉત્સવ શિક્ષકો અને બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સ્પર્ધાના અંતે crc ના હસ્તે વિજેતા બાળકોને પોત્સાહક ઇનામો પણ આપવામાં આવ્યા હતા...

Download Our B K News Today App



Related News